અરવલ્લી જીલ્લામાં ભાજપનો ઠેર ઠેર ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે
મોડાસા ટાઉન પોલીસે 25 જેટલા ક્ષત્રિયોને ડિટેઇન કર્યા : સૂત્રો
મેઘરજ અને માલપુર ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય સમાજની હાયરે રૂપાલા હાય…હાયના નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન
અરવલ્લી જીલ્લામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાલત કફોડી
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.અરવલ્લી જીલ્લામાં રૂપાલાને લઈને ક્ષત્રિયો આકરા પાણીએ છે રૂપાલાનો વિરોધ ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ ગયો છે મોડાસા શહેરના ઉમિયા ચોકમાં શહેર ભાજપે વિધાનસભા બેઠકનું સામાજીક સંવાદ કાર્યક્રમની જાણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓને થતાં મોટી સંખ્યામાં ઉમિયા ચોક પહોચી ભગવા ધ્વજ અને જય શ્રી રામના નારા સાથે રૂપાલાનો ઉગ્ર વિરોધ કરતા ભારે હોબાળો મચ્યો હતો કાર્યક્રમ સ્થળે હાજર પોલીસે રાજપૂત અગ્રણીઓને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને ક્ષત્રિયો વચ્ચે સામાન્ય ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ 25 જેટલા ક્ષત્રિયોની અટકાયત કરી હતી
અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી ટીપ્પણીથી ઉગ્ર રોષ હતો ક્ષત્રિયોએ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સામે ભાજપે નમતું નહીં આપતા ક્ષત્રિયો આકરાપાણીએ છે મોડાસા વિધાનસભા બેઠકનો સામાજીક સંવાદ કાર્યક્રમ અને કાર્યલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ બુધવારે સાંજે ઉમિયા ચોકમાં યોજાયો હતો ક્ષત્રિયો વિરોધ કરવાની જાણ થતાં સ્થળ પર પોલિસ તૈનાત કરી દીધી હતી તેમ છતાં ક્ષત્રિયો ભગવા ધ્વજ સાથે સ્થળ પર પહોચી હાય…રે….રૂપાલા… હાય…હાયના નારા લગાવવાની સાથે જય શ્રી રામના નારા લગાવતા સામાજીક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ કરતા સ્થળ પર હાજર પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા પોલીસ અને ક્ષત્રિયો વચ્ચે સામન્ય તકરાર થઈ હતી પોલીસે 25 જેટલા ક્ષત્રિયોની અટકાયત કરી લીધી હતી મેઘરજ રોડ પર આવેલ ઉમિયા ચોક પોલીસ છાવણીમાં તબદીલ થતાં રોડ પરથી પસાર થતા લોકો પણ વિચારમાં પડી ગયા હતા ક્ષત્રિયોનો સતત વિરોધ ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર શોભાનાબેન બારૈયાના પ્રચારમાં ભારે અડચણ રૂપી સાબિત થઈ રહ્યો છે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના ભાજપનો ગઢ ગણાતા અનેક ગામડાઓમાં ભાજપ માટે પ્રવેશબંધી કરતા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર કરવા જતા ડર અનુભવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી