મોડાસાની એજ્યુકેશન કોલેજમાં સૌ કોઈ માટે એટલે કે એમાં કોલેજના બીજા પ્રાધ્યાપક કે સમગ્ર સ્ટાફ મિત્રો હોય અથવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણામૂર્તિ સમાન બની ગયેલા જીં એન પટેલના શોર્ટ નેમ તરીકે ઓળખાતા એવા ગોવિંદભાઈ એન પટેલનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં એજ્યુકેશન કોલેજમાં ગમગીની છવાઈ ગઈ છે,
જી એન પટેલના સ્વભાવ પ્રકૃતિ ખૂબ જ મિલનસાર અને હાર્ડ વર્કિંગ વાળી હતી,એમની રોજની દિનચર્યા સામાન્ય વ્યક્તિને જીવનની દરેક ક્ષણે એક નવી પ્રેરણા આપતી હતી,કોલેજના વિદ્યાર્થીઓ એમની ટીચિંગ સ્કીલ થી ખૂબ જ પ્રભાવિત થયા હતા,પરીક્ષાઓના સમય દરમ્યાન એમની સ્કોડ મેથડથી સુપરવાઇઝરો પણ એક્ટિવ રહેતા, આવી રોજિંદી જિંદગીમાં ક્યારે બદલાવ આવ્યો તેની કુદરત સિવાય કોઈ જાણી શક્યું નહીં, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? એ બાબતની આ જીવનમાં જન્મેલા વ્યક્તિ સહજે શાનમાં સમજે તો એનો બેડો પાર થઈ જાય,!!