ગોધરા
પંચમહાલ લોકસભા વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો અને અન્ય ઉમેદવારોએ પોતાના મતવિસ્તારના મતદારોની વચ્ચે જઈ કરેલો ચુટણી પ્રચારના પડઘમ શાંત પડ્યો છે. લોકસભા વિસ્તારમાં શાંતિપુર્ણ માહોલમાં ચુટણી યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને લઈને કેન્દ્રીય સુરક્ષાદળો ,પોલીસ જવાનો,હોમગાર્ડ સહિત મતદાનને દિવસે તૈનાત રહેશે. ગોધરા શહેર ખાતે પંચમહાલ પોલીસ અને સીઆરપીએફની કંપનીના જવાનોની ફુટ માર્ચ યોજાઈ હતી.
પંચમહાલ જીલ્લા લોકસભાની ચુટણીને લઈને પ્રચાર પડઘમ શાંત બન્યા છે. ચુટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પંચમહાલ પોલીસ પણ સજ્જ બની છે. પંચમહાલ પોલીસની સાથે સીઆરપીએફ કેન્દ્રીય સુરક્ષાકર્મીઓની ટીમ પણ ફરજ બજાવશે.ગોધરા શહેર ટાઉનમા ફુટમાર્ચનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા પંચમહાલ પોલીસ વડા હિમાંશુ સોલંકી તેમજ પોલીસ જવાનો,હોમગાર્ડસ સહીતના જવાનો હાજર રહ્યા હતા. પંચમહાલ જીલ્લાના લોકસભાના મતદારોની સંખ્યા પર નજર કરીએ તો કુલ મતદારોની સંખ્યા 18,89,945 છે. જેમા પુરુષ મતદારોની સંખ્યા 9,63,535 છે. અને મહિલા મતદારોની સંખ્યા 3,26,380 છે. સર્વિસ મતદારોની સંખ્યા 1,488 છે. થર્ડ મતદારોની સંખ્યા 30 છે. જૈ પૈકી યુવામતદારોની સંખ્યા 34,793 છે. પંચમહાલ જીલ્લામા મતદાન મથકોની વાત કરીએ તો 1,569 જેટલા મતદાન મથકો છે.જેમા 2,109 જેટલા મતદાન બુથો છે. જેમા 632 જેટલા બુથો સંવેદનશીલ જેટલા બુથો છે. 35 સખી મતદાન મથક તેમજ 3 યુથ મતદાન મથકો ઉભા કરવામા આવશે.