અરવલ્લી : પૂર્વ ગવર્નર સ્વ.કે.કે.શાહના પુત્ર અમેરિકાના પ્રકાશ શાહે પોતાના વતન વાત્રકમાં મતદાન કર્યું
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકા ગાબટ ગામના પનોતા પુત્ર અને અમેરીકા માં સ્થાઇ થયેલા પૂર્વ ગવર્નર કે.કે. શાહના પુત્ર પ્રકાશભાઈ શાહે અમેરિકાથી આવીને વાત્રક પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું
7 મે રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેમના કમાન્ડો સાથે વાત્રકમાં પંહોચી ઉમળકાભેર મતદાન કર્યું હતું તેમની સાથે રહેલ અમેરિકન કમાન્ડો મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
લોકશાહીને મજબૂત બનાવવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમેરિકાથી આવી મતદાન કર્યું હતું. જેમને જણાવ્યું હતું કે પોતાના દેશને અનહદ પ્રેમ કરે છે. અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાના હેતુથી મતદાન કરેલ છે. તમામ મતદારોએ ફરજીયાત મતદાન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.