38 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે માનવતા મહેકાવી, વૃદ્ધ અને અશક્ત મતદારોની મદદે પોલીસ


 

Advertisement

  અરવલ્લી જિલ્લામાં મતદાન કરવા પહોંચતા મતદારો અને પોલિંગ બુથ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનોની ટિમો તૈનાત કરવામા આવી છે ત્યારે સુરક્ષા સાથે પોલીસ જવાનો દ્વારા અશક્ત અને દિવ્યાંગ મતદારોને મતદાન કરાવવા માટે મદદ કરવામા આવી રહી છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મતદાન મથકો ઉપર અશક્ત મતદાર ચાલી ન શકતા પોલીસ જવાન દ્વારા તેને ઊંચકીને મતદાન મથકથી બહાર સુધી પહોચાડવામાં મદદ કરવામા આવી હતી .અન્ય મતદારોને પણ મદદ કરવામાં આવી હતી. આ દર્શયો જોનારા લોકોએ પોલીસની માનવ સેવાને બિરદાવી હતી. ત્યારે કહી શકાય કે જે પોલીસની જવાબદારી માત્ર સુરક્ષાની છે પરંતુ ફરજની સાથે સાથે તેઓ અશક્ત અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા અને લાવવા માટે પણ માનવીય અભિગમ દાખવી મદદ કરી રહ્યા છે. અરવલ્લીના  વિવિધ મતદાન મથકો પર પોલીસ જવાનોની લાગણીસભર મદદના દ્રશ્યો આજે સામે આવ્યા હતા જે જોતા પોલીસની માનવતા મહેકવાની સાથે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જાળવવા ખડેપગે ઉભી રહી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!