મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલ મતદાન કેન્દ્ર પર ઇવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદારનો ચૂંટણી સ્ટાફ અને પોલીસ સાથે ઘર્ષણ, કોંગ્રેસી અગ્રણીઓ દોડી આવ્યા
બંને જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ સરેરાશ 63.22 ટકા મતદાન : 3 જેટલા ગામલોકાએ ચૂંટણી બહિષ્કાર કર્યો બાદ તંત્ર અને રાજકીય અગ્રણીઓની મધ્યસ્થી બાદ મતદાન કર્યું
ઈવીએમ ધીમા ચાલવાની અને કેટલીક જગ્યાએ ખોટકાતા મતદારોમાં અકળામણ,અસહ્ય ગરમીમાં મતદારોમાં અકળામણ
મોડાસા, ટીંટોઈ અને ભિલોડા પંથકમાં કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ
મેઘરજમાં ભાજપ અગ્રણી યુવા હિમાંશુ પટેલની ઇનોવા પર બાઇક પર આવેલા અસામાજીક તત્ત્વોનો પથ્થરમારો કરી હુમલો
ભાજપ અગ્રણી હિમાંશુ પટેલ પર મેઘરજ પર હુમલો થતા લોકસભા બેઠકના ઉમેદવાર શોભાનાબેન બારૈયા પ્રાંતિજથી મોડાસા દોડી આવ્યા મેઘરજમાં સ્થિતિ સ્ફોટક બને તે પહેલા પોલીસે ફરિયાદી અને ઝડપી પાડેલ હુમલાખોરને મોડાસા એલસીબી કચેરી ખસેડી દીધો
અરવલ્લી જીલ્લામાં સરેરાશ મતદાન ફક્ત 59.38 ટકા
સાબરકાંઠા લોકસભા બેઠક પર સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસારમાં બંને જીલ્લાના મતદારોએ કાળઝાળ ગરમીમાં પરસેવો પડાવવા છતાં મતદારો તરફથી ઉત્સાહ ન બતાવતા ઉમેદવારો અને કાર્યકરો પણ વિમાસણ અનુભવતા હતા મંગળવારે લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે સવારે 7વાગ્યાથી મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો ખાસ કરીને મહિલાઓ, યુવાનો ઉપરાંત વૃધ્ધો પણ મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર બની તંત્રની લાજ રાખી હતી સાબરકાંઠા લોકસભા બેઠક પર 14ઉમેદવારોનું ભાવિ ઈવીએમ-વિવિપેટ મશીનોમાં સીલ થયું હતું કોંગ્રેસના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ તેમના વતન ફતેપુરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
સાબરકાંઠા લોકસભા બેઠકમાં અરવલ્લી જીલ્લાના અણદાપુર ,બાયડના અરણજણવાવ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર કરતા વહીવટી તંત્ર અને રાજકીય અગ્રણીઓએ મતદાન બહિષ્કાર પડતો મુકવા દોડધામ કરી મૂકી હતી તંત્ર ગ્રામજનોને સમજાવવામાં સફળ રહેતા મતદાન કરવા ગામલોકો તૈયાર થઈ મતદાન કર્યું હતું અરજણવાવમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દરમિયાન ગિરી કરતા મતદાન માટે મતદારો તૈયાર થયા હતા
કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઈવીએમ ધીમા ચાલતા હોવાથી અને ઈવીએમ ખોટકાતા મતદારોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો મહદંશે સાબરકાંઠા લોકસભા બેઠક પર બંને જીલ્લામાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો લોકસભા બેઠક પર અંદાજે ૬૫ ટકા મતદાન નોંધાયું હતું
સાબરકાંઠા લોકસભા બેઠક પર બંને જીલ્લાના 2326 મતદાન મથકો પર જીલ્લાના 14 ઉમેદવારોનું મતદારોએ મતદાન કરી ભાવિ સીલ કરી દીધું હતું લોકસભા-2024ની ચૂંટણીમાં યુવા મતદારો ભાજપ-કોંગ્રેસ માટે ટ્રેડ માર્ક સાબિત થશે બંને જીલ્લામાં સવારે 7 વાગ્યાથી મતદારોની મતદાન મથકો પર લાઈનો લાગી હતી બપોરે 1 થી 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ધીમી પડી હતી 4 વાગ્યા પછી લોકોમાં સ્વયંમ મતદાર જાગૃતિનો સંચાર થયો હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું અને મતદારોની લાઈનો લાગી હતી મતદાનને અંતે સાબરકાંઠા લોકસભા બેઠક માટે બંને જીલ્લામાં સરેરાશ અંદાજે 63.22 ટકા મતદાન થયાનું જીલ્લા ચૂંટણી તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે કોણ કોને માત આપશે તેતો 4 જૂને પરિણામના દિવસે ખબર પડશે હાલ તો સાંસદનો તાજ ભાજપ કે કોંગ્રેસ બંને માંથી કોના માથે આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે