35 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : મેઘરજ મામલતદાર કચેરી નજીક ભાજપ યુવા નેતા હિમાંશુ પટેલને આંતરી બાઇક સવાર અસામાજીક તત્ત્વોનો હુમલો


 

Advertisement

બાઇક સવાર હુમલાખોરોએ હિમાંશુ પટેલની ઈનોવાનો પીછો કરી પથ્થરમારો કરતા હિમાંશુ પટેલને હાથ પર ઈજા, કારના કાચ ફોડ્યા

Advertisement

હિમાંશુ પટેલ પર હુમલો થતાં તાબડતોડ પોલીસ સ્થળ પર પહોચતાં આબાદ બચાવ, એક હુમલાખોરને દબોચી લીધો,અન્ય ફરાર

Advertisement

ભાજપ યુવા નેતા પર હુમલો થતાં એલસીબી,એસઓજી પોલીસ મેઘરજ પહોંચી

Advertisement

હિમાંશુ પટેલ પર હુમલાની ઘટના પછી પોલીસ સ્ટેશનમાં લોકોનું ટોળું ધસી આવતા સ્થિતિ સ્ફોટક બને તે પહેલા ઇજાગ્રસ્ત અને હુમલાખોરને મોડાસા એલસીબી કચેરી ખસેડી દીધા

Advertisement

ભાજપ યુવા નેતા પર હુમલા પછી મેઘરજમાં અજંપાભરી સ્થિતિ,હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થતાં રાઉન્ડ પર કરવા તજવીજ

Advertisement

મંત્રી ભીખુસિંહ પરમાર અને લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ SP શૈફાલી બારવાલ સાથે મુલાકાત કરી

Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં અરવલ્લી જીલ્લામાં શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થયા વહિવટી તંત્ર અને પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો જોકે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના યુવા નેતા હિમાંશુ પટેલ મેઘરજ ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટણી એજન્ટની કામગીરી પૂર્ણ કરી ઇનોવામાં પરત મોડાસા ફરતા મેઘરજ મામલતદાર કચેરી નજીક અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ આંતરી પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરતા હિમાંશુ પટેલને હાથ પર પથ્થર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા ઇનોવા કારના કાચ ફૂટી ગયા હતા અચાનક હુમલો થતાં ભારે ચકચાર મચી હતી હુમલાના પગલે તાબડતોડ પોલીસ સ્થળ પર દોડી એક હુમલાખોરને દબોચી લીધો હતો અન્ય હુમલાખોરો ફરાર થઈ ગયા હતા મેઘરજ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી

Advertisement

મેઘરજ મામલતદાર કચેરી નજીક ભાજપના યુવા નેતા અને પુંસરીના પૂર્વ સરપંચ હિમાંશુ નરેન્દ્રભાઈ પટેલની ઇનોવાને અજાણ્યા બાઇક સવાર દસ થી બાર હુમલાખોરોએ આંતરી પથ્થર અને લાકડીઓ વડે હુમલો કરતા ભારે દેકારો મચી ગયો હતો મેઘરજ પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચતાં હિમાંશુ પટેલનો આબાદ બચાવ થયો હતો પોલીસે એક હુમલાખોરને દબોચી લીધો હતો પોલીસજીપ જોઈ અન્ય હુમલાખોરો બાઈક પર ફરાર થઈ ગયા હતા ભાજપ યુવાનેતા પર હુમલાની ઘટનાના પગલે મેઘરજમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું એલસીબી અને એસઓજી પોલીસ મેઘરજ દોડી પહોંચી હતી હિમાંશુ પટેલને પોલીસે સાવચેતીના ભાગરૂપે મેઘરજ પોલીસ સ્ટેશન ખસેડી દીધા હતા એક હુમલાખોર ઝડપાઈ જતા ભાજપના અગ્રણી સાથે લોકોનું ટોળું મેઘરજ પોલીસ સ્ટેશન પહોચતાં ભાજપના અન્ય નેતા સાથે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું સ્થિતિ બેકાબૂ બને તે પહેલા પોલિસ ઇજાગ્રસ્ત હિમાંશુ પટેલ અને હુમલાખોરને લઇ જીલ્લા પોલીસભવનમાં એલસીબી કચેરી ખસેડી દીધા હતા રાત્રે SP શૈફાલી બારવાલ અને ASP કેશવાલા કચેરીમાં દોડી આવ્યા હતા

Advertisement

ભાજપ યુવા નેતા હિમાંશુ પટેલને જીલ્લા એલસીબી કચેરી લાવતા મંત્રી ભીખુસિંહ પરમાર અને લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા એલસીબી કચેરી પહોચી ઇજાગ્રસ્ત હિમાંશુ પટેલની તબિયતની જાણકારી મેળવી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ સાથે ઘટના અંગે મુલાકાત કરી હતી જીલ્લા પોલીસભવનમાં મોટી સંખ્યામાં ભાજપ અંગ્રાણીઓ અને યુવા મોરચાના કાર્યકરો ઉમટ્યા હતા પોલીસે રસિક ભાઈ કાનાભાઈ ડામોર નામના હુમલાખોરને રાઉન્ડ અપ કરી તેની સઘન પૂછપરછ હાથધરી તેમજ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ અન્ય હુમલાખોરોની ઓળખ માટે કમરકસી ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી યુવા નેતા હિમાંશુ પટેલ પર હુમલો થતાં રાજકારણમાં ભારે ગરમાવા સાથે હુમલાખોરો પર ફિટકાર વરસાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!