asd
25 C
Ahmedabad
Wednesday, December 11, 2024

અરવલ્લી : ભિલોડા ભેટાલી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચૂંટણી ફરજ પરથી પરત ફરતા શિક્ષક સહિત બેના મોત



Advertisement

અકસ્માત સ્થળે ચૂંટણી પરથી પરત ફરતી શામળાજી પોલીસ અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સે બંને ઇજાગ્રસ્તોને બચાવવા સીપીઆર આપ્યો                                                         

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ભિલોડા-શામળાજી હાઇવે પર ભેટાલી ગામ નજીક વર્ના કારના ચાલકે રોંગ સાઈડ કાર હંકારી રોડ પરથી પસાર થતી ઇયોન કારને ડ્રાઇવરની ખાલી સાઈડને ધડકાભેર ટક્કર મારતા કારમાં ચૂંટણી ફરજ પરથી પરત ફરતા શિક્ષક અને ટક્કર મારનાર બુટલેગર બંનેના સ્થળ પર પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું અકસ્માતના પગલે સ્થળ પરથી પરત ફરતી પોલીસે 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી સીપીઆર આપવાનો પ્રયત્ન કરી જીવ બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અકસ્માતના પગલે ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી                                                      અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકની કારને ટક્કર મારનાર કાર ચાલક ડોડીસરાનો કુખ્યાત બુટલેગર નીતિન પાઉલ બળેવા મોતને ભેટ્યો હતો

Advertisement

 

Advertisement

ભિલોડા-શામળાજી હાઇવે પર મંગળવારે રાત્રે 10 વાગ્યાના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ભિલોડાના જેસિંગપુર ગામના અને અમીરગઢ તાલુકાના સવાનિયા પ્રાથમિક શાળામાં શિક્ષક અને લોકસભાની ચૂંટણીમાં ધાનેરા રિઝર્વ ચૂંટણી કર્મી તરીકે ફરજ બજાવતા ગોપીચંદ વાલજીભાઈ ડાભી (ઉં.વર્ષ-42) કારમાં વતન પરત ફરતાં ભિલોડાના ભેટાલી નજીક રોંગ સાઈડથી આવતી વર્ના કાર ચાલકે ગફલતભરી રીતે હંકારી શિક્ષકની કારને અડફેટે લેતા શિક્ષક અને વર્ના કારના ચાલક નીતિન પાઉલ બળેવા (રહે.ડોડીસરા)નું ઘટનાસ્થળે મોત નિપજતા પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક કાર ચાલક નીતિન બળેવા સામે અકસ્માતે મોતનો ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!