ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલી જય જલારામ શાળા ખાતે લેવાયેલી નીટની પરિક્ષામાં ગેરરીતી બહાર આવતા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરવામા આવી છે. જેના પગલે કોંગ્રેસ દ્વારા પણ આ મામલાને વખોડી કાઢવામા આવ્યો છે. આ મામલે કોંગ્રેસના નેતા હિમાંશુ પંડ્યા દ્વારા તીખી પ્રતિક્રીયા આપવામા આવી છે. આમા કોઈ રાજકીય પીઠબળ ધરાવતા વિદ્યાર્થીઓની સંડોવણી છે કે નહી તે બાબતમા પણ તપાસ હાથ ધરવામા આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મધ્ય ઝોન વિભાગીય પ્રવકતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ હતુ કે કે Neet ની પરીક્ષા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે ખૂબ અગત્ય ની પરીક્ષા છે અને પંચમહાલ ના ગોધરા ખાતે જય જલારામ ઇન્ટર નેશનલ સ્કૂલ પર લેવાયેલી આ પરીક્ષા માં સ્કૂલ ના શિક્ષક, વડોદરા સ્થિત એક સંસ્થા ના માલિક તેમજ ગોધરા ભાજપ માયનોરિટી વિભાગના એક નેતાની સંડોવણી બહાર આવી છે. આ આખું કૌભાંડ બહાર લાવવા બાબતે પંચમહાલ જિલ્લા કલેકટર ને પણ ખૂબ ખૂબ અભિનંદન, જયારે આ અંગે જાણવા મળ્યા મુજબ છ જેટલા વિદ્યાર્થી પૂરતું જ આ સેટિંગ હતું કે બીજા વિદ્યાર્થી ઓ ની પણ સંડોવણી છે.થતી ચર્ચા મુજબ કેટલાક વિદ્યાર્થી ઓની સંડોવણી ઓછી રકમ માં થઈ હતી તો તેવા વિદ્યાર્થી ઓ કોણ ? શું કોઈ રાજકીય પીઠબળ ધરાવતા વિદ્યાર્થી ઓ પણ આ બાબતે સામેલ છે કે નહિ આટલી મોટી રકમ આપવા વાળા વિદ્યાર્થી ઓ કોઈ સામાન્ય પરિવાર ના હોય ન શકે જેથી આ બાબતે તમામ પાસા ઓ બહાર આવે તે જરૂરી છે.