અરવલ્લી જીલ્લામાં સામાન્ય ઝગડમાં હત્યા કરતા લોકો ખચકાતા નથી માલપુરના ભેમપોડા ગામમાં આધેડની હત્યાની શાહી સુકાઈ નથી ત્યારે જીલ્લામાં હત્યાની વધુ એક ઘટના બનતા ભારે ચકચાર મચી છે ભિલોડા તાલુકાના ગલીસીમરો ગામમાં જમીનની અદાવતમાં બે શખ્સોએ રાત્રિના સુમારે એક આધેડની ઘરની બહાર ખેંચી જઈ દરવાજામાં ગડદા પાટુનો માર મારી છરો હલાવી દઈ હત્યા કરી ફરાર થઈ જતા માતાની આંખો સામે પુત્રની હત્યા થતાં નિઃસહાય બની હતી રાત્રિના સુમારે આખી રાત પુત્રના લોહીલુહાણ મૃતદેહ આગળ વૃદ્ધા બેસી રહેવા મજબૂર બન્યા હતા સવારે કુટુંબીજનો આવતા શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ તાબડતોડ સ્થળ પર દોડી આવી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડા તાલુકાના ગલીસીમરો ગામમાં માતા સાથે રહેતા છોટાભાઈ કડવાભાઈ ખરાડીએ તેમના ખેતરમાં નીલગિરીનું ઝાડ ગામના સળું ઉર્ફે હરીશ બચુ ભગોરા અને અવિનાશ ખાતરા ભગોરા નામના બે શખ્સે કાપતા ઝાડ કાપવાની ના પાડતા અને જમીનની અદાવતના પગલે બંને શખ્સો બે દિવસ અગાઉ છોટાભાઈના ઘરે રાત્રિના સુમારે પહોંચી તારું કામ છે કહીં ઘરની બહાર બોલાવતા તેમણે આનાકાની કરતા બંને શખ્સો ઘરની બહાર ખેંચી જઈ દરવાજા નજીક છોટાભાઈને અવિનાશે પકડી રાખતા સળું ઉર્ફે હરીશે તેની પાસે રહેલ છરા જેવું હથિયારનો ઘા ઝીંકી નીચે પાડી દઈ બંનેએ ઢોર માર મારતા છોટુભાઈ દરવાજામાં ફસડાઈ પડતાં બંને હત્યારા ફરાર થઈ ગયા હતા વૃદ્ધ માતાની આંખો સામે પુત્રની હત્યા થતાં વૃદ્ધા ફફડી ઉઠ્યા હતા રાત્રીના સુમારે આજુબાજુ રહેણાંક વિસ્તાર ન હોવાથી વૃદ્ધા આખી રાત પુત્રના મૃતદેહ નજીક બેસી રહેવા મજબૂર બન્યા હતા વહેલી સવારે લોકો ને જાણ થતાં દોડી આવ્યા હતા શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ સ્થળ પર દોડી આવી બંને હત્યારા સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા