બ્રાહ્મણદેવ ગુરૂ પરશુરામની જન્મજયંતિની ઉજવણી બ્રાહ્મણો સંતો વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં કાર્યરત શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ ગ્રુપ દ્વારા શુક્રવારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા પ્રમુખધામ કોમ્પલક્ષ આગળ બ્રહ્મ સમાજના યુવાનો,અગ્રણીઓ,મહિલાઓની ઉપસ્થિતિમાં સંતો,મહંતોએ પૂજા અર્ચના કરી પરશુરામ ભગવાનની શોભયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું
મોડાસા શહેરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લાના બ્રહ્મ સમાજના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા શહેરના માર્ગો પર ભગવાન પરશુરામની ધજાઓ તથા પરશુ શસ્ત્ર સાથે “જબ જબ બ્રાહ્મણ બોલા હૈ રાજ સિંહાસન ડોલા હૈ” અને જય પરશુરામના નાદથી શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો પરશુરામ યાત્રાનું વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રાની પૂર્ણાહુતિ સંસ્કૃત પાઠશાળામાં મહાઆરતી પછી થઈ હતી બ્રહ્મ ભોજનનો લાભ શોભાયાત્રામાં જોડાયેલ લોકોએ લીધો હતો આ શોભયાત્રામાં કરણી સેના અને રાજપૂત યુવકો પણ જોડાયા હતા