36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : RTO અધિકારી મોઢને પહેલા કાકા અને હવે દાદાના આશીર્વાદની ચર્ચા, 5 વર્ષથી વધુ સમય છતાં બદલી ન થતા અરજદારોને ધરમધક્કા


સરકારી ભરતીમાં બદલી-બઢતી રાબેતા મુજબ હોય છે અને એક એવો નિયમ છે કે સરકારી ઉચ્ચ અધિકારીઓને જે તે જગ્યા પર વધુમાં વધુ ત્રણ વર્ષ ફરજ બજાવવાની હોય છે ગતિશીલ-પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે કેટલાક અધિકારીઓ એક જ જગ્યાએ અડિંગો જમાવી દેતા હોય છે અરવલ્લી જીલ્લા આરટીઓ અધિકારી જે.કે મોઢને પહેલા રાજ્ય સરકારમાં દબદબો ધરાવતા કાકાના આશીર્વાદ હોવાની ચર્ચા વચ્ચે રાજ્યમાં કાકાનો દબદબો ઘટ્યો પણ આરટીઓ અધિકારી મોઢનો અરવલ્લી જીલ્લા આરટીઓ કચેરીમાં દબદબો યથાવત રહેતા લોકોમાં આરટીઓ અધિકારી મોઢ કાકાનો ઝભ્ભો પકડી દાદાના આશીર્વાદ મેળવવામાં સફળ રહ્યાનો ગણગણાટ અધિકારીઓ અને કર્મચારીઓમાં શરૂ થયો છે જીલ્લા કલેકટર ડો.નરેન્દ્ર મીણાએ એઆરટીઓ કચેરીમાં મુલાકાત કરી કામગીરીની મુલ્યાંકન કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.

Advertisement

અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરીમાં ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેકટર જાણે જીલ્લામાં નોકરીનો અમરપટ્ટો લઇ ને આવ્યા હોય તેમ અરજદારો સાથે તુમાખી ભર્યું વર્તન કરી રહ્યા છે. આરટીઓ કચેરીમાં એજન્ટ રાજ અને આરટીઓ કચેરીમાં કામકાજ અર્થે આવતા જીલ્લાની ભોળી પ્રજાને એજન્ટો પાસે ધકેલી ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા એઆરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બેનામી સંપત્તિ એકઠી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીલ્લા એસીબી શાખા પણ જીલ્લામાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે આંખ મીચામણા કરી રહ્યું છે તે પણ એક યક્ષ પ્રશ્ન છે.

Advertisement

રાજ્ય સરકાર પારદર્શક વહીવટ માટે આરટીઓ કચેરીમાં સીસીટીવી ફરજીયાત કર્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા એઆરટીઓ કચેરીમાં લાગેલા સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચકાસવામાં આવે તો એજન્ટ રાજ અને કઈ રીતે અરજદારોને ખંખેરવામાં આવી રહ્યા છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે જીલ્લાવાસીઓ આરટીઓ કચેરીમાં પ્રવેશદ્વાર થી જીલ્લા આરટીઓ કચેરીની ઓફિસ સુધી એજન્ટોનો દબદબો જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!