43 C
Ahmedabad
Tuesday, May 21, 2024

લ્યો બોલો… સંગાકારા અને શાહરુખ IPL પર સટ્ટો રમતા હોવાનો પર્દાફાશ, પોલીસે 7 સટ્ટોડીયા સામે ગુન્હો નોંધ્યો


આઇ.પી.એલ શરૂ થતાં જ દુનિયાભરમાં સટોડીયાઓ સક્રિયા થતા અરવલ્લી ના પન્ટરો પણ આ ખેલમાં પોતાની કિસ્મત અજમાવવાનું ચુકતા નથી ત્યારે મેઘરજ પોલીસે જિલ્લાના મેઘરજ નગરમાં એક સટોડીયાને આઇ.પી.એલ માં સટ્ટાનો ખેલ ખેલતા રંગે હાથે ઝડપી પાડી જેલના હવાલે કરતા અન્ય 7 સટ્ટાબાજોમા નામ સામે આવ્યા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લામાં આઇ.પી.એલ ની ક્રિકેટ મેચ પર મોટા પાયે સટ્ટો રમાઇ રહ્યો છે ત્યારે મેઘરજ પોલીસને બાતમી મળી હતી કે, શાહરૂખ નામનો સટોડીયો મેઘરજ માલપુર રોડ પર મોબાઇલ એપ્લીકેશન થી અલગ અલગ વ્યક્ર્તિઓનો સંપર્ક કરી છેલ્લા બે દિવસ થી સટ્ટો રમાડી રહ્યો છે. જેથી બાતમીના આધારે મેઘરજ પોલીસે માલપુર મેઘરજ રોડ પર આવેલ ઉમા વિદ્યાલય ની આસપાસ પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. આ સમયે ઉમા વિદ્યાલય ની સામે આવેલ દુકાનોના પગથીયા પર બેઠલ એક વ્યક્તિ પોલીસ ની ગાડી જોઇ પોતાના મોબાઇલ ખીસ્સા મુકી ચાલવા લાગ્યો હતો. પોલીસે આ વ્યક્તિને કોર્ડન કરી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ શાહરૂખ ઉર્ફે ડોગર યુસફભાઇ ચૌહાણ જણાવ્યુ હતું. શારરૂખ ને પોલીસ સ્ટેશન લાવી તેની અંગ જડતી લેતા તેના પેંટના ખીસ્સામાં મોબાઇલ મળી આવ્યો હતો.

Advertisement

Advertisement

પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા અને મોબાઈલ તપાસતા મોબાઈલમાં વોટ્સ એપમાં જોતા અલગ અલગ માણસોના નંબર સેવ કરેલા હોય જે નંબરો નુ ચેટીંગ જોતા અલગ અલગ નંબરો ઉપર ક્રિકેટ મેચના સીરીયલ નંબરના ખેલાડીઓ સીલેક્ટ કરેલા હતા . આ નંબરો અંગે વધુ પુછપરછ કરતા શાહરૂખે જણાવ્યુ હતું કે તા -૨૬/ ૦૩/ ૨૦૨૨ ના રોજ ચાલુ થયેલ IPL T – 20 મેચમા તે મેચ પડાવી ખેલાડીઓ સિલેક્ટ કરી કરાવી મેચના અંતે હિસાબ કરી ગ્રાહકો પાસેથી કમીશન તેમજ જાતે પણ મેચો પાડી સટ્ટાબાજી નો હાર જીતનો જુગાર રમી રમાડતો હતો . અને ૨૮/૦૩/૨૦૨૨ ના રોજ રમાયેલ લખનઉ સુપર જાયન્ટસ તથા ગુજરાત ટાટન્સ પર સટ્ટો રમાડ્યો હતો તથા ૨૯/૦૩/૨૦૨૨ ના રોજ રમાનાર રાજસ્થાન રોયલ્સ તથા સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે યોજાઈ રહેલ મેચમાં પોતાના વોટ્સ એપમા અલગ અલગ માણસોને ખેલાડીઓ તેણે સીલેક્ટ કરી કરાવીને રને સટ્ટો લગાડી હાર જીત નો જુગાર રમાડવાનો હતો.

Advertisement

પોલીસે વોટ્સ એપ માં અલગ અલગ નંબરો ઉપર થયેલ ચેટીંગ નો સ્ક્રીન – શોટ પાડી સ્ક્રીન શોટની નકલ કાઢી નંબરો જોતા 1 રજાક બાકરોલીયા, 2 સંગાકારા, 3 મોહસીન પઠાણ, 4 તાલીફ મકરાણી, 5 મૌલા કા છોકરા ઇજમામ રહીમ સ્મોલના છોકરો, 6 મરઘી ઉર્ફે તાસીર ગલ્લાવાળો  અને 7. અન્ય એક વ્યક્તિ હોવાનું સામે આવતા સટ્ટો રમાડતો હોવાનું જણાઈ આવ્યુ હતું. પોલીસે એક આરોપી ને ઝડપી તેની પાસે થી મોબાઇલ જેની કિમંત રૂ.૧૦,૦૦૦/- આંકી કબજે લીધો હતો અને તપાસ માં બહાર આવેલ સટોડીયાઓ વિરૂદ્વ કાયેદસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!