33 C
Ahmedabad
Sunday, May 19, 2024

સ્પાના સંચાલકો સામે તંત્ર ઘૂંટણીયે….!! મોડાસા શહેરમાં સ્પાના નામે મસાજ પાર્લરમાં ચાલતા દેહવેપારનો ધંધો ફરી ધમધમવા લાગ્યો…??


અરવલ્લી જિલ્લા સેવા સદનની આસપાસના વિસ્તારોમાં ધમધમતા સ્પાના નામે મસાજ પાર્લરમાં દેહવેપાર થતો હોવાની ચર્ચા વચ્ચે જીલ્લા એસઓજી પોલીસે એ-વન થાઈ સ્પામાં ત્રાટકી એક ગ્રાહકને રૂપલ્લન સાથે રંગેરલીયા મનાવતો ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો. થોડા સમય સ્પાના નામે દેહવેપારનો ધંધો કરતા કેટલાક સંચાલકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી, ત્યારે ફરીથી કેટલાક સ્પા સેન્ટરમાં રાબેતા મુજબ દેહવેપારનો ધંધો ચાલુ થઇ જતા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર સ્પાના સંચાલકો સામે ઘૂંટણીએ પડી ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શરૂઆતમાં સ્પા સેન્ટરમાં જીલ્લા એસ.ઓ.જી. પોલીસ તપાસ કરતી હતી તે પણ રાબેતા મુજબ ધીરેધીરે બંધ થતા સ્પાના નામે ગોરખધંધાના ચલાવતા સંચાલકોની હિંમત આવી ગઈ હોય તેમ ફરીથી ધંધો ચાલુ કરી દીધો છે. અરવલ્લી જિલ્લામાં બુટલેગર પછી હવે સ્પા ના નામે ગોરખધંધા ચલાવતી ગેંગ મજબૂત બની રહી હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

(મેરા ગુજરાત સ્પામાં ચાલતા મસાજ પાર્લરનો વિરોધ નથી કરતુ પરંતુ સ્પાના નામે ચાલતા દેહવેપારના ધંધા સામે કલમ રૂપી લડત લડશે)

Advertisement

સ્પાના નામે ચાલતા દેહવેપારનું દુષણ હવે સંસ્કારી નગરી ગણાતા અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું છે. મોડાસા શહેરમાં બિલાડીના ટોપની માફક સ્પાની હાટડીઓ ધમધમી રહી છે જેમાં કેટલીક જગ્યાએ સ્પાના નામે દેહવેપારનો ધંધો ધમધમી રહ્યો છે. સ્પાના નામે પરપ્રાંતીય રૂપલલનાઓ બોલાવી યુવાધનને બરબાદીના પંથે અને કેટલાક પરણીત પુરુષોને વ્યભિચાર બનાવી પરિવારોને પાયમાલ કરવામાં અને ગૃહ સંસારમાં આગ લગાવનાર જીસ્મના સોદાગરોએ પોલીસ રેડ પછી થોડો સમય દેહવેપાર બંધ કરી ફરીથી શરૂ કરી દીધો છે. સ્પામાં રંગરેલિયા મનાવવા આવતા ગ્રાહકોને પોલીસ કઈ નહીં કરે તેવી શેખી મારી રહ્યા છે. પોલીસ રેડ નહીં કરે તેવી બાંહેધરી પણ આપવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્પાના નામે દરહવેપારના ગોરખધંધા ચલાવતા કેટલાક સંચાલકો તેમના સ્પા સેન્ટરમાં રૂપલલનાઓના ફોટા સોશ્યલ મીડિયા મારફતે ગ્રાહકોને મોકલી લલચાવી સ્પાનાના રવાડે ચઢાવી રહ્યા છે.
મોડાસા શહેરમાં ચાલતા સ્પાને મંજૂરી કોણે આપી…? સ્પાના સંચાલકોએ સ્પા સેન્ટર માટે મજૂરી લીધી છે….? જો સ્પા સેન્ટરની મજૂરી લીધી હોય તો સ્પામાં નિયમોનું પાલન થાય છે કે નહિ….? તે જોવાની જવાબદારી કોની છે…? તે જોવું રહ્યું …!!! મોડાસા શહેરમાં ચાલતા કેટલાક સ્પાના સંચાલકોએ તો કોઈ પણ પૂર્વ મંજૂરી વગર સ્પા સેન્ટર ચાલુ કરી દીધા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!