38 C
Ahmedabad
Friday, May 10, 2024

IPL 2022: ચેન્નાઇ વિરૂદ્ધ આ ખેલાડીઓ પર લખનઉંને જીત અપાવવાની જવાબદારી, ઓપનિંગ જોડી પર રહેશે નજર


ઇન્ડિયન પ્રીમિયર લીગની 7મી મેચમાં પ્રથમ વખત આઇપીએલ રમી રહેલી લખનઉંની ટીમ ચેન્નાઇ વિરૂદ્ધ જીતના ઇરાદે ઉતરશે. ટીમ પાસે કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકના રૂપમાં સૌથી ખતરનાક ઓપનિંગ જોડી છે.જોકે, પ્રથમ મેચમાં આ જોડી કઇ ખાસ કરી શકી નહતી અને તેનું નુકસાન ટીમને થયુ હતુ. બન્ને પ્રથમ મેચમાં 13 રનના સ્કોરમાં પેવેલિયન પરત ફર્યા હતા, માટે આ મેચમાં બન્ને ઉપર ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી હશે.

Advertisement

જોકે, પ્રથમ મેચમાં દીપક હુડ્ડા અને આયુષ બદોનીની બેટિંગ ટીમને મજબૂત બનાવશે. બદોની અને હુડ્ડાએ પ્રથમ મેચમાં સારી બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. મેચ બાદ કેપ્ટન રાહુલે તેમણે ટીમના બેબી એબી ગણાવ્યા હતા.

Advertisement

લખનઉંની ઓપનિંગ જોડી- લખનઉંની ઓપનિંગ જોડી બાકી ટીમની તુલનામાં સૌથી ખતરનાક છે જે કોઇ પણ બોલિંગ લાઇનઅપને પરેશાન કરી શકે છે. બન્ને પર ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી હશે. રાહુલ ગત કેટલીક સીઝનથી સતત સારી લયમાં છે. ટીમની બેટિંગ તેમની પર પર નિર્ભર કરે છે.

Advertisement

મિડલ ઓર્ડર- ટીમનો મિડલ ઓર્ડર પણ મજબૂત છે. જ્યારે લખનઉંની પ્રથમ મેચમાં 29 રનમાં 4 વિકેટ પડી ગઇ હતી તો આયુષ અને દીપકે ટીમને 158 રન સુધી પહોચાડી હતી. આ બન્ને સિવાય ઇવિન લુઇસ, મનીષ પાંડે અને કૃણાલ પંડ્યાના રૂપમાં સારા વિકલ્પ છે.

Advertisement

બોલિંગમાં લખનઉં- બોલિંગમાં લખનઉંની ટીમ પાસે દુષ્મંથા ચમીરના રૂપમાં અનુભવી બોલર છે. આ સિવાય ટીમ પાસે રવિ બિશ્નોઇ, મોહસિન ખાન અને અવેશ ખાનના રૂપમાં યુવા બોલર છે.

Advertisement

લખનઉંની સંભવિત પ્લેઇંગ ઇલેવન- કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ઇવિન લુઇસ, મનીષ પાંડે, દીપક હુડ્ડા, કૃણાલ પંડ્યા, મોહસિન ખાન, આયુષ બદોની, દુષ્મંથા ચમીરા, રવિ બિશ્નોઇ અને અવેશ ખાન

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!