39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીને લઇને વિધાનસભામાં MLA જશુભાઈનો નો વ્યંગ, માંગ પુરી કરી હોત તો ઢોલ લઇને અભિવાદન કરતો


અરવલ્લી જીલ્લાને રચના થયાને 8 વર્ષ જેટલો સમય વિતી ગયો પણ હજુ કેટલીક સુવિધાઓ મળતી નથી કે, આપવામાં નથી આવતે તેવા સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લાના વિદ્યાર્થીઓને અરવલ્લી જિલ્લામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોઇપણ કામ માટે દોઢ સો થી બસો કિ.મી. સુધીનો ધક્કો ખાવો પડતો હોય છે, ત્યારે માલપુર – બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે વિધાનસભાના સત્રમાં યુનિવર્સિટીને લઇને પ્રશ્ન ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું કે, મોડાસા શહેર એ શિક્ષણની નગર હતી, મોડાસા કોલેજમાંથી નામાંકિત પ્રોફેસર અને વાઈસ ચાન્સેલર આપ્યા છે. પણ જિલ્લાને એક યુનિવર્સિટી નથી મળતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓને પાટણ સુધીનો ધક્કો ખાવો પડી રહ્યો છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે, જો સરકારે મોડાસાને એક યુનિવર્સિટી આપી હોત તો શિક્ષણમંત્રીનો આભાર વ્યક્ત કરવા ઢોલ વગાડી નિકળો. તેમણે એમ પણ કહ્યું કે, શિક્ષણમંત્રી એ ખાત્રી આપી છે, પણ બજેટમાં કોઇ જોગવાઇ કરી નહોતી.

Advertisement

યુનિવર્સિટીને લઇને શું કહ્યું જશુભાઈ પટેલે, સાંભળો

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓને નાની-નાની બાબતો માટે છેક યુનિવર્સિટી સુધી લાંબા થવું પડતું હોય છે. વિદ્યાર્થીઓને 300 કિલો મિટરના આવવા-જવાનો ધક્કો કદાચ એક હજાર રૂપિયાથી વધારે નો થતો હશે અને તેમાંય બસનો સમયસર મળવું અને સમયનો વ્યર્થ તો ખરો જ. છેલ્લા ઘણા વર્ષોથી મોડાસામાં યુનિવર્સિટીની માંગ હતી, જેની રજૂઆત ધારાસભ્ય જશુભાઈ પટેલે વિધાનસભામાં કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!