32 C
Ahmedabad
Sunday, April 28, 2024

અદાણીએ ફરી CNG ના ભાવ માં ધરખમ વધારો કર્યો, એક સાથે 5 રૂપિયાનો વધારો ઝીંક્યો


પ્રજાને મોંઘવારીનો માર વધુ એક વાર પડ્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી જોવા મળ્યું પરંતુ અદાણીએ પણ CNG ના ભાવ માં ધરખમ વધારો કર્યો છે. એક સાથે 5 રૂપિયા વધારી દીધા છે.

Advertisement
ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ પણ CNG માં બીજીવાર ધરખમ વધારો કર્યો છે. CNG ના ભાવ 5 રૂપિયા વધાર્યા બાદ ફરી રીક્ષા ચાલકો, CNG વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે.
અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો જ્યારે હવે અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 79.59 પ્રતિ કિલોગ્રામ થયો છે.
સીએનજીના ભાવમાં પણ આજે વધારો થવા પામ્યો છે એ પહેલા પણ થોડા દિવસ અગાઉ જ 3 રૂપિયાનો વધારો કરાયો હતો
 અદાણી સીએનજી અને CNG ના ભાવ વધ્યા એ પહેલા ગુજરાત ગેસ પણ તેના ભાવ અગાઉ વધાર્યા હતા ત્યારે હવે ફરી આ વધારો તેમાં પણ કરવામાં આવે તો નવાઈ નહી.
પ્રજાને મોંઘવારીનો માર વધુ એક વાર પડ્યો છે પેટ્રોલના ભાવમાં 100 રૂપિયા જેટલો ભાવ થયો છે ત્યારે મોંઘવારીનો માર લોકોને સતત મળી રહ્યો છે એક પછી એક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે.
આ શહરોમાં આટલા ભાવ
અમદાવાદ: 79.59 પ્રતિ કિલોગ્રામ
વડોદરા: 76.84 પ્રતિ કિલોગ્રામ
ખેડા: 80.59 પ્રતિ કિલોગ્રામ
સુરેન્દ્રનગર: 80.59 પ્રતિ કિલોગ્રામ
પોરબંદર: 82.59 પ્રતિ કિલોગ્રામ
નવસારી: 80.59 પ્રતિ કિલોગ્રામ

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!