30 C
Ahmedabad
Monday, May 13, 2024

ઇમરાનનો ફેસલો હવે રવિવાર પર, ઇમરાને દેશને સંબોધન કરતા આ વાત કહી… જાણો ખુરશી બચાવવા શું કહ્યું..


પાકિસ્તાનની રાજનીતિમાં ચાલી રહેલી હલચલ વચ્ચે ઈમરાન ખાને દેશની જનતાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન, તેમણે રવિવારે યોજાનાર મતદાન વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે તેઓ આ મતદાન સુધી ચાલુ રહેશે.

Advertisement
પાકિસ્તાનનો નિર્ણય રવિવારે લેવામાં આવશે, રાજીનામું નહીં આપુ તેવું ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું.
સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે આજે પાકિસ્તાન માટે નિર્ણય લેવાનો સમય છે. આજે હું દેશ સાથે લાઈવ વાત કરી રહ્યો છું. સંબોધન દરમિયાન ઈમરાને કહ્યું કે પાકિસ્તાન મારાથી માત્ર પાંચ વર્ષ મોટો છે. અમે અહીંની પ્રથમ પેઢી છીએ.
ઈમરાન ખાને કહ્યું કે અમેરિકાને મારી સાથે સમસ્યા છે, અન્ય પાર્ટીઓ કે નેતાઓ સાથે નહીં. અમેરિકાએ સંબંધો ખતમ કરવાની ધમકી આપી હતી. ઇમરાને કહ્યું કે અહીંના લોકો સાથે બહારના લોકોએ અમારી સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું. તેમણે કહ્યું કે રશિયા જવાનો નિર્ણય અમારો એકલાનો નથી. હું રશિયા ગયો ત્યારે અમેરિકા ગુસ્સે થયું.
આ દરમિયાન ઈમરાને કહ્યું કે પાકિસ્તાનનો નિર્ણય રવિવારે લેવામાં આવશે. સંસદમાં મતદાન થશે અને પાકિસ્તાનમાં કોણ સત્તા પર રહેશે તે નક્કી કરવામાં આવશે. પરંતુ જે લોકો એમ કહી રહ્યા છે કે ઈમરાન રાજીનામું આપી દેશે તો તેમને ખબર હોવી જોઈએ કે ઈમરાન છેલ્લા બોલ સુધી મેદાનમાં ઊભો છે અને અડગ રહેશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!