41 C
Ahmedabad
Sunday, May 19, 2024

મોડાસા : લાયન્સ સોસાયટી સંચાલિત શ્રી.વી.એચ.ગાંધી બહેરા મૂંગા શાળાના વાર્ષિકોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી


મોડાસા શહેરમાં આવેલી લાયન્સ સોસાયટી સંચાલિત શ્રી.વી.એચ ગાંધી બહેરા મૂંગા શાળામાં અરવલ્લી જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાના દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં શાળા અને શહેરનું નામ સમગ્ર રાજ્યમાં ગુંજતું કર્યું છે.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લા રમત ગમત કચેરીના સૌજન્યથી રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને બહેરા મૂંગા શાળા પરિવાર દ્વારા વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ બાળકોની પ્રતિભાએ મહેમાન અને ટ્રસ્ટીઓના હૃદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું.

Advertisement

Advertisement

શ્રી.વી.એચ.ગાંધી બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વાર્ષિકોત્સવની ઉજવણીનો પ્રારંભ સ્વાગત ગીત સાથે કરી બાળકોએ તેમનામાં રહેલી બહુમુખી પ્રતિભાના દર્શન કરાવતા વેશભૂષા, લોક નૃત્ય, ગરબા અને નાટક સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ર્ડો.ટી.બી.પટેલ,જીલ્લા પ્રાંત યુવા અધિકારી બીજલ પટેલ, સમાજ સુરક્ષા વિભાગના અજીતસિંહ, લાયન કમલેશ પટેલ,સંસ્થાના મંત્રી મનુભાઈ પટેલ, ભાવેશભાઈ જયસ્વાલ ,લાયન્સ પ્રમુખ ગિરીશભાઈ પટેલ અને સંસ્થાના હોદેદ્દારો, દાતાઓ, શહેરના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિકોત્સવને સફળ બનાવવા શાળા પરિવાર અને આઈટીઆઈ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ ચૌધરીએ કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!