29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

7 દિવસમાં 7 કરોડની બંપર કમાણી કરી ‘RRR’ ફિલ્મે બનાવ્યો રેકોર્ડ, ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને પણ છોડી પાછળ


સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીના ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ હાલ સિનેમાઘરમાં તહેલકો મચાવી રહી છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફીસ પર સુનામી લાવી દીધી છે. જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર ‘RRR’ ફિલ્મે માત્ર એક સપ્તાહમાં જ 700 કરોડની કમાણી કરી છે. ફિલ્મના હિન્દી વર્ઝને જ 131.50 કરોડનો બિઝનેસ કર્યો છે.

Advertisement

‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પણ પાછળ
‘RRR’ ફિલ્મના હિન્દી વર્ઝને 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે જ્યારે ધ કશ્મીર ફાઈલ્સે પહેલા વીકમાં 95.50 કરોડની કમાણી કરી હતી. જો કે સાતમા દિવસની કમાણીમાં ‘RRR’ ફિલ્મે ધ કશ્મીર ફાઈલ્સનો રેકોર્ડ તોડી શકી નથી. ‘RRR’ રિલીઝ થયાના સાતમાં દિવસે 11.50 કરોડની કમાણી કરી હતી, જ્યારે ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મે 18 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ અગાઉ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી આવી હતી, જેણે ફર્સ્ટ વીકમાં 120.36 કરોડની કમાણી કરી હતી. મહત્વનું છે કે, ‘RRR’ ફિલ્મે સાત દિવસમાં 709.36 કરોડનો વકરો કર્યો છે.

Advertisement

‘RRR’ ફિલ્મે ‘બાહુબલી’નો પણ રેકોર્ડ તોડ્યો 
વિશ્વસ્તરે વાત કરીએ તો ‘RRR’ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડનું કલેક્શન કર્યું છે અને સાતમાં દિવસે ફિલ્મે 37.30 કરોડની કમાણી કરી છે. ‘RRR’ ફિલ્મે એસ.એસ.રાજામૌલીની ‘બાહુબલી’ના લાઈફટાઈમ કલેક્શન કરતા વધુ કમાણી કરી લીધી છે. બાહુબલી ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 650 કરોડ રુપિયા હતું.

Advertisement

આપને જણાવી દઈએ કે, ‘RRR’ ફિલ્મે સ્વાભાવિકપણે દક્ષિણ ભારતમાં તો સનસની મચાવી જ છે. સાથે-સાથે આ ફિલ્મના હિન્દી વર્ઝને દિલ્લી, ઉત્તરપ્રદેશ, બિહારમાં સૌથી વધુ કમાણી કરી છે. મુંબઈ સર્કિટ છેલ્લા કેટલાક દિવસથી અન્ડર પર્ફોર્મ કરી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મે ખુબ સારો દેખાવ કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!