31 C
Ahmedabad
Sunday, May 19, 2024

ખેડબ્રહ્મા : દેરોલ સબ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિયમિત રહેતા હોવાની બૂમ, બીમાર દર્દીઓને હાલાકી


મેરા ગુજરાત,ખેડભ્રહ્મા

Advertisement

ખેડબ્રહ્મા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં લોકોની સુવિધા માટે સરકાર ધ્વારા પી.એચ.સી સેન્ટર બનાવવામાં આવ્યા છે જેમાં દેરોલ (વા.) ખાતે પણ પી.એચ.સી. સેન્ટર આવેલ છે, પરંતુ ત્યાના મેડિકલ ઓફિસર નિયમિત ના આવતા હોવાથી લોકોને સારવાર માટે ઝોલાછાપ ડોક્ટરો પાસે સારવાર લેવીપડે અથવાખેડબ્રહ્મા સુધી લાબા થવુ પડે છે. અને ઈમરજન્સી સેવામાંમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

ખેડબ્રહ્માથી 8 કિમીના અંતરે દેરોલ(વા.) ખાતે સરકારી પી.એચ.સી. સેન્ટર આવેલ છે જેમાં બે મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે જેમથી એક મેડિકલ ઓફિસર આર.ડી ગોસ્વામિ નિયમિત ના આવતા હોવાથી અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કઈ ફેર પડતો ના હોવાનુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ડો આર.ડી. ગોસ્વામીની દેરોલ(વા.) ખાતે મેડિકલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી હતી, અને થોડા સમય બાદ તેમને ખેડબ્રહ્મા ટી.એચ.ઑ. તરીકેનો ચાર્જ આપવામાં આવતા ડોક્ટર નિયમિત નોતા આવતા ગામ લોકો ધ્વારા રજૂઆત થતાં ચાર્જમાં હોવાથી નિયમિત નહીં આવતા હોવાનુ જણાવવામાં આવતું હતું,. પરંતુ 4 માર્ચના 2022 ના રોજથી તેમને ચાર્જમાથી છૂટા કરી દેરોલ(વા.) ખાતે નિયમિત ફરજ પર મૂકવામાં આવ્યા છે તેમ છતા અનિયમિત આવતા હોવાની બૂમ ઉઠી છે
દેરોલ(વા.) ગ્રામ પંચાયત ના સરપંચ રાજુભાઇ પટેલ, અને સ્થાનિક તુલશીભઈ પટેલ દિનેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર ગત માર્ચ માસમાં 4 તારીખથી ડો. આર.ડી. ગોસ્વામીને નિયમિત મેડિકલ ઓફિસર તરીકે દેરોલ મૂકવામાં આવ્યા છે પંરતુ આખા માહિનામાં 10 થી 12 દીવસ જ દેરોલ ખાતે ફરજ પર આવ્યા છે. અને આવે તો પણ સવારે મોડા આવે છે અને સાંજે વહેલા જતાં રહે છે. દેરોલ પી.એચ.સી. ખાતે નિયમિત 50 જેટલા લોકો સારવાર માટે આવે છે, પણ ડોકટર નિયમિત ના આવતા હોવાના કારણે ઇમર્જન્સી ડીલેવરી અને આકસ્મીક સંજોગોમાં લોકોને પૈસા ખર્ચી ખેડબ્રહ્મા ખાતે જવુ આવવું પડે છે.

Advertisement


વધુમાં જણાવ્યું હતું કે દેરોલ પી.એચ.સી. સેન્ટરમાં આજુબાજુના દેરોલ, જાડીસિંબલ, ખેરીવાવ, ખેરગઢ, ધોળીવાવ, દેરોલકંપા, રોધરા રોધરી, પરોયા, શીલવાડ સહિતના ગામ ના લોકો લાભ લે છે પણ તબીબની અનિયમિતતાના કારણે ગત સપ્તાહમાં એક મહિલાને ઘરે ડીલેવરી બાદ હોસ્પિટલ લવાવમાં આવી હતી અન્ય એક મહિલા ડીલેવરી માટે આવતા ડોક્ટર હાજર ના હોવાના કારણે સીધી ખેડબ્રહમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાંમાં આવી હતી જ્યારે જાડીસિંબલ,ની ડામોર હીરાબેન તેજભાઈની ચોથી ડીલેવરીમાં માતૃ મરણ થયું હતું.

Advertisement

આરોગ્ય સ્ટાફ માટે બનાવેલ ક્વાટર્સ ખંડેર બન્યા
દેરોલ ખાતે હાલમાં 2 મેડિકલ ઓફીસર, 1 આયુષ ડોકટર, 3 સ્ટાફ નર્સ, 1 લેબ ટેક્નિશિયન, 1 કોમ્યુટર ઓપરેટર, 1-1 મેઈલ અને ફિમેલ સુપરવાઇઝર, ફાર્મસીસ્ટ નો સ્ટાફ ફાળવામાં આવેલ છે અને જેની સામે 9 ક્વાટર્સ બનાવવામાં આવે છે, પરંતુ એકમાં પણ કોઈ કર્મચારી રહેતો ના હોવાથી ક્વાટર્સમાં જર્જરિત હાલમાં પડ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!