31 C
Ahmedabad
Sunday, May 19, 2024

‘મહેંગા પેટ્રોલ,સસ્તા દારૂ’ ના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ આક્રમક મૂડમાં, 50 કાર્યકરોની અટકાય, પોલિસે ઉપાડી-ઉપાડી ગાડીમાં બેસાડ્યા !


આ વખતે કોંગ્રેસના વિરોધમાં નવું સુત્ર સાંભળવા મળ્યું, “સસ્તા દારૂ, મહેંગા તેલ”

Advertisement

વારંવાર પેપર લીક થવાની ઘટનાને કોંગ્રેસે વખોડી નાખી

Advertisement

મોડાસા ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધી સુત્રોચ્ચાર સાથે રેલી યોજી

Advertisement

રેલી યોજી વિરોધ  કરતા 50 કાર્યકરોની અટકાયત

Advertisement

કોંગી નેતાઓને પોલિસ ઉપાડી-ઉપાડી ગાડીમાં બેસાડી દીધા

Advertisement

રાજ્ય સહિત દેશભરમાં મોંઘવારીને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવાના આદેશ બાદ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મોડાસા મહાલક્ષ્મી ટાઉનો હોલ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કોંગી નેતાઓ જોડાયા હતા. તેલના ડબ્બા સાથે કોંગી નેતાઓ મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતા, અને ખાલી ડબ્બા વગાડી વિરોધ દર્શાવ્યો હતો. તેલ,પેટ્રોલ-ડિઝલ અને વારંવાર પેપર લીકની ઘટનાઓને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કર્યો હતો.

Advertisement

Advertisement

કોંગ્રેસના વિરોધમાં પ્રથમવાર દારૂબંધીને લઇને વિરોધ જોવા મળ્યો
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે મોંઘવારીમાં દારૂ કરતા તેલના ભાવમાં ધરખમ વધારો થયો હોવાનું કોંગ્રેસ પાર્ટીએ સુત્રોચ્ચાર કરી લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં સસ્તા દારૂ, મહેંગા તેલના સુત્રોચ્ચાર સાંભળવા મળ્યા હતા, ત્યારે એકવાત સ્પષ્ટ છે કે, અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર દારૂનું વેચાણ થાય છે, અને તે પણ સસ્તા ભાવે, કારણ કે, કોંગ્રેસ પાર્ટીમાં સુત્રોચ્ચાર થયા, સસ્તા દારૂ મહેંગા તેલ.

Advertisement

પેપર લીકની ઘટનાનો પણ વિરોધ
વારંવાર પેપર લીક જેવી ઘટનાઓ થતાં ઉમેદવારોની મહેનત પણ પાણી ફરી વળતા કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા સુત્રોચ્ચાર કરીને પેપર લીકની ઘટનાથી ઉમેદવારોને અન્યાય થતો હોવાનું પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું.

Advertisement

પોલિસ ગ્રેડ પે થી પોલિસ કર્મીઓ નારાજ !
હાલ પોલિસ કર્મચારીઓના ગ્રેડ પે ને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ ખાતે સસ્પેન્ડેડ મહિલા પોલિસ કર્મચારી એકમાત્ર પોલિસ ગ્રેડ પે ને લઇને વિરોધ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ પોલિસ ગ્રેડ પે ને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

સામાન્ય તેમજ ગરીબ પરિવારોએ ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, તેવા સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો હતો, મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતેથી કોંગી નેતાઓએ ચાર રસ્તા પોલિસ ચોકીથી રેલી યોજી હતી, જે બસ સ્ટેશન પહોંચી હતી અને ત્યારબાદ પરત ફરતા ચાર રસ્તા પોલિસચોકી ખાતે 50 જેટલા કાર્યકરોને પોલિસે અટકાય કરી હતી.

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયત ન્યાયસ સમિતિના પૂર્વ ચેરેમેન અને કોંગી નેતા રેવાભાઈ ભાંભી એ માથે ડબ્બો મુકી અનોખો વિરોધ કર્યો, સાંભળો તેમણે શું કહ્યું

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!