30 C
Ahmedabad
Friday, May 3, 2024

શ્રી રાજપૂત કરણીસેના ગુજરાતની 1700 કીમીની એકતા યાત્રા માટે શામળાજીમાં બેઠક મળી : અધ્યક્ષ જે.પી.જાડેજાએ શું કહ્યું સાંભળો..


ગુજરાત શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૧ મેથી એકતા યાત્રાનું સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે આ એકતા યાત્રા ૧૫ દિવસમાં કચ્છ માતાના માતાના મઢ થી પ્રસ્થાન કરી અંબાજી થઇને સોમનાથ સુધી કરણી રથ ગુજરાત ભરમાં ભ્રમણ કરશે આ રથ 15 દિવસમાં 1700 કિલોમીટર પરિભ્રમણ કરશે આ યાત્રાના આયોજન માટે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા અને તેમની ટીમ તેમજ અરવલ્લી જીલ્લા શ્રી રાજપૂત કરણી સેનાના હોદ્દેદરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

જેમાં શ્રી રાજપૂત કરણીસેના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાએ જણાવ્યું કે, 1 મે થી 15 મે એટલે કે, 15 દિવસ સુધી ગુજરાતના 16 જિલ્લાઓમાં જેમાં માતાના મઢ(કચ્છ)થી સોમનાથ 1700 કિમી સુધી કરણીરથ ગુજરાતમાં ભ્રમણ કરશે. અને ગુજરાતમાં યોજાયેલી યાત્રાઓ પૈકી સૌથી મોટી યાત્રા છે. રાજપૂત-ક્ષત્રિય સમાજમાં એકતા ઉપરાંત કુરિવાજો નાબુદી, શિક્ષણ, વ્યવસાય ક્ષેત્રે જાગૃતિ ઉપરાંત રાજકીય ક્ષેત્રે થતા અન્યાય અંગે સમાજમાં એકસૂત્રતા કેળવી આગામી દિવસોમાં સમાજનું વલણ નકકી કરવા માટે ગુજરાત રાજપૂત કરણી સેના દ્વારા માતાના મઢ(કચ્છ)થી સોમનાથ સુધી એકતા યાત્રા કરણી-રથ ગુજરાતમાં ભ્રમણ કરશે તેમ જણાવ્યું હતું.

Advertisement

Advertisement

આ મિટિંગમાં પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા, પ્રદેશ પ્રભારી ભરત ભાઈ કાઠી, પ્રદેશ સહસરક્ષક અનોપસિંહ જાડેજા,માણવદર અઘ્યક્ષ મહેન્દ્રસિંહ ચુડાસમા, અરવલ્લી જીલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા,જીલ્લા ઉપાઘ્યક્ષ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ જાડેજા, મોડાસા અધ્યક્ષ રવિરાજસિંહ યુ જાડેજા, મેઘરજ અઘ્યક્ષ પ્રહલાદસિંહ જાડેજા તેમજ કરણીસેનાના હોદેદારો કાર્યકરો તેમજ અરવલ્લી 9 જાગીરદાર જાડેજા રાજપુત સંગઠનના હોદેદારો રાજેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સ્વરૂપસિંહ જાડેજા તથા કાર્યકરો હાજર રહયા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!