32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

ST તંત્રની બેદરકારી : મધ્ય રાત્રિએ મહિલા રાજકોટ હાઇવે પર 4 કલાક નિ:સહાય, ઉંડવા-ખંભાળિયા બસ ખોટકાઇ


 

Advertisement

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની અડધો-અડધ બસો યોગ્ય સમારકામ ના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગ માં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર ફરિયાદ કરી ચુક્યા છે અને અનેકવાર રસ્તામાં ખોટકાઈ પડવાની અને અકસ્માત ની ઘટનાઓ છાસવારે બનતી હોય છે” બસ ની મુસાફરી સલામતી ની સવારી” ના બદલે લોકો જીવનજોખમે પ્રવાસ ખેડાતા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં બસો ની ખખડધજ હાલત ની પોલ ખોલતી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા ડેપોની ખંભાળિયા-ઉંડવા બસ મોડાસા પરત ફરતા મોડી રાત્રે રાજકોટ નજીક હાઈવે પર ખોટકાતા બસના ડ્રાઇવર-કંડકટરે મોડાસા ડેપો મેનેજર અને રાજકોટ ડેપોના અધિકારીઓને રાત્રે ફોન કરી સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવા છતાં અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હોય તેમ ફોન ઉઠાવવાનું મુનાસીબ ન સમજતા ડ્રાઇવર-કંડક્ટર લાચાર બન્યા હતા મોડી રાત્રે ગાઢ અંધકારમાં બસમાં મુસાફરી કરતી મહિલાઓ ૪ કલાક સુધી નિઃસહાય હાલતમાં મુકાઈ હતી બસ ખોટકાતા રોડ પર ઉભા રહેવાની ફરજ પડતા મહિલાઓ તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રાજકોટ પોલીસનો સંપર્ક કરતા રાજકોટ પોલીસ તાબડતોડ પહોચી હતી અને પોલીસે એસટી તંત્રના અધિકારીઓને ફોન કરી સમગ્ર ઘટનાની ગંભીરતા સમજાવતા આખરે અધિકારીઓને ભાન થતા રાત્રે ૩ વાગ્યાના સુમારે અન્ય બસ મોકલી આપતા મહિલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો એસટી બસ ખોટકાઈ હોવા છતાં રાત્રે ફોન ન ઉપાડનાર મોડાસા ડેપો મેનેજર અને રાજકોટના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવેની માંગ મહિલા મુસાફરોએ કરી હતી

Advertisement

Advertisement

હદ તો ત્યારે થઇ જયારે ખોટકાઈ ગયેલ બસનો ડ્રાઇવર રાજકોટ ડેપોમાં અન્ય બસની સગવડ માટે પહોંચતા ત્યાંના અધિકારીઓએ મોડી રાત્રે સંકટમાં મુકાયેલ મુસાફરોને મદદ કરવાના બદલે બસમાં ડીઝલ નથી સહીત અન્ય બહાના હેઠળ ઉડાઉ જવાબો આપ્યા હતા અને ડ્રાઈવરે આજીજી કરવા છતાં બે કલાક સુધી રખડાવે રાખ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!