41 C
Ahmedabad
Monday, May 20, 2024

શામળાજી : વાઘપુર ગામે જમીનની અદાવતમાં બે ભાઇઓ પર 7 અસામાજીક તત્ત્વોનો ખૂની હુમલો, 1 યુવક ગંભીર અમદાવાદ ખસેડાયો 


 

Advertisement

જર,જમીન અને જોરૂ ત્રણે કજીયાના છોરુંની કહેવત સાચી ઠેરવતી ઘટના ભિલોડા તાલુકાના વાઘપુર ગામે બની હતી જેમાં એક જમીનની અદાવત રાખી બે ભાઈઓ પર ગામના જ 7 શખ્સો ગેરકાયદેસર મંડળી રચી લોંખડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી ગડદાપાટુનો માર મારતા ભારે ચકચાર મચી હતી સદનસીબે ગામલોકો દોડી આવતા બંને ભાઈઓનો બચાવ થયો હતો જો કે એક યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો શામળાજી પોલીસે 7 હુમલાખોર શખ્શો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ભિલોડાના વાઘપુર ગામના દિલીપ કુમાર કલજીભાઈ કટારા ખેતી કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે શનિવારે સાંજે 7 વાગ્યાના સુમારે તેમના પુત્ર જીગ્નેશ અને વિવેક પર ઘર નજીક ગામમાં રહેતા દક્ષેશ કોદર કટારા, કાલિદાસ ધના કટારા, પ્રદીપ રામજી કટારા,પ્રવીણ કાલીદાસ કટારા, વસંત પરથા કટારા,મગન પરથા કટારા અને જસવંત સવજી કટારા નામના શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી લોંખડની પાઇપ અને લાકડી વડે હુમલો કરી ગડદાપાટુનો માર મારતા વિવેકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા જમીન પર ફસડાઈ પડ્યો હતો બંને ભાઈઓ પર હુમલો થતા આજુબાજુ માંથી લોકો દોડી પહોંચી બંને ભાઈઓને વધુ હૂમલામાંથી બચાવી લીધા હતા હુમલો કરનાર શખ્સો જતાં જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ખુની હુમલાથી પિતા અને બંને પુત્રો ભયભીત બન્યા છે વિવેકને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો વાઘપુરમાં હુમલાની ઘટનાના પગલે શામળાજી પોલીસ દોડી આવી હતી

Advertisement

શામળાજી પોલીસે વાઘપુરનાં કલજીભાઈ કટારાની ફરિયાદના આધારે વાઘપુર ગામના ૧)દક્ષેશ કોદર કટારા, ૨) કાલિદાસ ધના કટારા, ૩) પ્રદીપ રામજી કટારા,૪)પ્રવીણ કાલીદાસ કટારા, ૫)વસંત પરથા કટારા,૬)મગન પરથા કટારા અને ૭) જસવંત સવજી કટારા વિરુદ્ધ ઇપીકો કલમ-૧૪૩, ૧૪૭,૧૪૮,૧૪૯, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨),  તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!