29 C
Ahmedabad
Friday, May 10, 2024

મરયમ શરીફ, બલા કી ખૂબસૂરત ઇમરાન ખાન ક્લીન બૉલ્ડ!!


Advertisement

મહેન્દ્ર બગડા, મેરા ગુજરાત

Advertisement

હાલ પાકિસ્તાનમાં સત્તાની ઉથલપાથલ ચાલી રહી છે. યુક્રેન યુધ્ધથી કંટાળેલા દર્શકો અને હિન્દી ન્યુઝ ચેનલ માટે પાકિસ્તાનની રાજકીય ઉથલપાથલ જાણે કે  ઓક્સીજન સમાન સાબીત થઈ રહ્યું છે . પાડોશી પાકિસ્તાન દેશમાંથી રોજે રોજ કોઈ મસ્જીદમાં કે ભરચક બજારમાં બોમ્બ વિસ્ફોટના ન્યુઝ આવે તો તે કોમન લાગે. વચ્ચે વચ્ચે ક્રિકેટના સારા નરસા સમાચાર આવ્યા કરે. સારા એટલે પાકિસ્તાન હારી જાય અને નરસા એટલે પાકિસ્તાન જીતી જાય. પરંતુ પાકિસ્તાનમાંથી લોકશાહીને લાગતા વળગતા  રાજકીય ન્યુઝ આવે એટલે થોડુ નવુ લાગે. હાલ હકિકત એ છે કે પાકિસ્તાનમાંથી રોજ પોલિટીકલ ન્યુઝ આવી રહ્યાં છે. વડાપ્રધાન ઈમરાન ખાન સત્તાથી દુર ફેંકાઈ શકે તેવુ હિન્દી ન્યુઝ ચેનલની મેકઅપ કરેલી એન્કર ભારપુર્વક કહે છે. સાથે હોય છે કેટલાક નિવૃત ફૌજી અફસરો, નીવૃત પત્રકારો અને થોડા પાકિસ્તાની મિડિયા કર્મીઓ. ડીબેટ જોરમાં ચાલે છે. કેટલીક ચેનલનુ રિપોર્ટીંગ જોતા એવુ લાગે કે પાંચ દસ મીનીટમાંજ કદાચ ઈમરાન ખાન રાજીનામુ આપી દેશે. પાકિસ્તાનમાં રાજકીય ગરમી ચરમસીમાએ છે. સંસદમાં ઈમરાનને વિશ્વાસનો મત જીતવાનો છે, જે ખુબ અધરુ છે. કારણ કે સાથી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો છે.
વહે મુળ વાત, ઈમરાનને હંફાવનારી બેહદ ખુબસુરત મહિલા છે મરયમ શરિફ. પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. નવાઝ શરીફ પાકિસ્તાનથી ભાગીને લંડનમાં આશરો લીધો છે. અહિયા તેમના પક્ષનુ સુકાન તેમની પુત્ર મરયમ શરિફ અને તેમનો નાનો ભાઈ શાહબાઝ શરીફ સંભાળી રહ્યા છે. પાકિસ્તાનમાં ઈમરાનને હટાવવાની જે ઝુંબેશ શરુ કરવામાં આવી તેમાં મુખ્ય રોલ છે મરમય શરિફનો. અડતાલીસ વર્ષીય મરયમ બે હજાર બારથી પાકિસ્તાન મુસ્લીમ લીગની સક્રિય સદસ્ય બની. મરિયમ શરિફ મુળ તો ડોક્ટર બનવા માંગતી હતી. તેના એડમિશન માટે વિવાદ થયા બાદ એમ લિટરેચર અને ત્યાર બાદ પીએચડીની ડીગ્રી મેળવી. જો કે આ ડિગ્રી પર પણ વિવાદ થયો હતો. પરંતુ મરિયમ શરિફે ઈમરાન ખાનની ઉઁઘ હરામ કરી દીધી. બધા જ વિપક્ષને એકઠા કર્યા. જેમાં બેનઝીર ભુટ્ટોના પુત્ર બીલાલ અને ડિઝલ મૌલાના તરીકે જાણીતા મૌલાનાનો સાથે લઈ દેશભરમાં આંદોલન, રેલીઓ કાઢી. મોંધવારી મુદ્દે સરકારને સંસદમાં અને સંસદની બહાર ધેરી લીધી.
ઈમરાન ખાનના સાથી પક્ષોને સમજાવી વિપક્ષની તરફેણમાં કર્યા અને ત્યાર બાદ સંસદમાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી. હવે ઈમરાન ખાન કોઈ પણ સમયે સત્તા બહાર થઈ જશે. ઈમરાન ખાન સત્તાથી બહાર થતાની સાથે જ કંઈ પાકિસ્તાનમાં બધુ જ સારુ નહી થઈ જાય પરંતુ હાલ જે ભયાનક મોંધવારી છે, બે રોજગારી છે તેમાં કંઈક સુધારો થવાની આશા જરુર રાખી શકશે. ઈમરાન ખાન જો સત્તા છોડી દેશે તો તેના સ્થાને મરયમ શરિફના કાકા શાહબાઝ શરિફ સત્તા પર બીરાજશે. નવાઝ શરિફના સગા નાના ભાઈ છે. જે નવાઝ શરિફ ભ્રષ્ટાચારના મુદ્દે દેશ છોડીને ગયા છે તેના ભાઈ હોવાથી આ કંઈ ઉકાળશે તેવુ માનવુ વધુ પડતુ ગણાય. પરંતુ પાકિસ્તાન જેવા રુઢીચુસ્ત અને મહિલાઓ માટે મુશ્કેલ પ્રદેશનુ ભાવી એક ખુબસુરત મહિલાએ બદલ્યુ એ પણ નોંધ લેવા જેવી ઘટના છે. મરયમ શરિફની રેલી અને સભામાં લાખોની સંખ્યામાં ભીડ એકઠી થાય છે. પાકિસ્તાનમાં તેને એક નજર જોવા માટે લાખો યુવાનો બેતાબ હોય છે. હવે જોવાનુ એ રહે છે મરયમ બીબી શું કરતબ કરે છે. જો ઈમરાન ખાન સત્તા પરથી ઉતરી જશે તો વિપક્ષ સત્તા પર આવશે અને ફરી વખત લશ્કર પાકિસ્તાન પર પોતાનુ વર્ચસ્વ વધારશે.
પાકિસ્તાન માટે મુશ્કેલી એ છે  કે ભયાનક ગરીબી છે. સંપુર્ણ પાકિસ્તાન ચીન પર નિર્ભર છે. લગભગ આખુ પાકિસ્તાન ચિન, અમેરિકા જેવા દેશો પાસેથી ઉંચા વ્યાજે પૈસા લઈ લીધેલા હોય વ્યાજ ચૂકવવામાં પણ નાદારી નોંધાવે તેવી સ્થીતી છે. આ સ્થીતીમાં પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનથી માત્ર વડાપ્રધાન બદલાશે, લોકોની સ્થીતી જૈસૈ થે ની જ રહેશે.
અંત ભલા તો સબ ભલા–
મરયમનો અર્થ ગુગલને પુછ્યો તો સ્ક્રીન પર આવ્યુ, મરયમ એટલે ખુબસુરત છોકરી જેના પર ફુલોના આશિર્વાદ છે. જો કે ઈમરાનને મરયમ શરિફ સહેજ પણ ખુબસુરત કે બ્લેસીંગવાળી નહી લાગતી હોય.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!