31 C
Ahmedabad
Saturday, May 11, 2024

14મી વિધાનસભા સત્રની, કામગીરી કેટલી ચાલી, જાણો કેટલા પ્રશ્નોની થઈ ચર્ચા


વિધાનસભા સત્રની શરૂઆત ૨ માર્ચથી કરવામાં આવી હતી. ત્યારે 31 તારીખ સુધીમાં 7 જેટલા બિલો પસાર કરવામાં આવ્યા હતા જ્યારે વિવિધ વિપક્ષના પ્રશ્નો પર સરકાર દ્વારા જવાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

Advertisement
14મી વિધાનસભા સત્રની રસપ્રદ માહિતી સામે આવી હતી. જેમાં ખાસ કરીને 6466 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલી હતી.
107 કલાક અને 46 મિનિટ સુધી કામગિરી હાથ ધરાઈ હતી. 4376 તારાંકિત પ્રશ્નો પુછાયા હતા. વિપક્ષ દ્વારા આ સવાલો કરાયા હતા.
90 પ્રશ્નોની ફ્લોર પર ચર્ચા થઈ હતી જ્યારે 857 અતારાંકિત પ્રશ્નો પુછાયા હતા. તેમાં પણ ખાસ કરીને 11 પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવાયા હતા. 8205 પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી. કોરોના બાદ લોકોને ગૃહની કાર્યવાહી જોવા માટે છૂટછાટ આપવામાં આવી હતી.
13થી વધુ વખત વિપક્સે ગૃહમાં હોબાળો કર્યો હતો. બે વખત વિપક્સ દ્વારા વોક આઉટ કરાયું હતું. 1 વખત ગૃહનું અવમાન કરાયાનો બનાવ બન્યો હતો. 3 બિન સરકારી વિધેયકો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સાથે અંતિમ દિવસે 1.30 કલાક કામગીરી વિધાનસભાની ચાલી હતી.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!