38 C
Ahmedabad
Friday, May 17, 2024

ગુજરાત : બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ


બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા રવિવારે બહુજન પ્રતિભા શોધ ઓનલાઈન સ્પર્ધા વર્ષ 2022નું રાજ્ય ના અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં આશરે 300 થી વધારે ધોરણ 5 થી 8 નાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં થી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ તૈયારી કરાવનાર અને સ્વૈચ્છિક રીતે પોતાનું નામ નોંધાવનાર તમામ પ્રતિનિધિ મંડળનો બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિએ સરાહના કરી હતી.

Advertisement

Advertisement

બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિ દ્વારા યોજાયેલી પરીક્ષાના આયોજક તરીકે ડૉ.જય કંથારિયા અને જીતેન્દ્રભાઈ રાઠોડે જવાબદારી નિભાવી હતી જ્યારે પરીક્ષા મંત્રી તરીકે લહેરીકાન્ત ગરવા (નખત્રાણા) રહ્યા હતા અને ક્વિઝ એડમિનની કામગીરી રણજીતકુમાર વણકરે કરી હતી. સાથી કમલેશભાઈ પરમાર, રોહિત ભારતીય, નયનભાઈ રાઠોડ, યોગેશભાઈ રાઠોડ,કિશનભાઇ રાઠોડ,રોનકભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, કમલેશભાઈ રાઠોડ, શૈલેષભાઈ પરમાર, વિજયભાઈ રાઠોડ, દિગ્વિજય પરમાર, ભાનુભાઈ પરમાર, સંજયભાઈ પરમાર અને નિજારી ઈશ્વરભાઈ તેમજ શૈક્ષણિક સહાય કરનાર તમામ દાતાઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!