39 C
Ahmedabad
Saturday, May 11, 2024

ધનસુરા : ભર બજારમાં ખુલ્લેઆમ વરલી-મટકાનો જુગાર રમતો હતો પોલીસ ત્રાટકી ત્રણ શકુનિઓને દબોચી લીધા


ધનસુરા પંથકમાં વરલી-મટકા,જુગાર અને દારૂના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે ધનસુરાના જવાહર બજારમાં એક પાનના ગલ્લા આગળ ખુલ્લેઆમ એક શખ્સ વરલી-મટકાના આંક લખી જુગાર રમાડતા શકુનીઓની લાઈન લાગતી હતી ધનસુરા પોલીસે રેડ કરી વરલી-મટકાનો જુગાર રમાડતા શખ્સ અને બે શકુનિઓને દબોચી લીધા હતા પોલીસે 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

ધનસુરામાં આઈપેલ ક્રિકેટ મેચમાં ભારે સટ્ટો રમાઈ રહ્યો હોવાની ચર્ચા વચ્ચે પોલીસે બાતમીના આધારે જવાહર બજારમાં પાનના ગલ્લા આગળ ચાલતા વરલી-મટકાના આંક લખવાના જુગારનો પર્દાફાશ કરી વરલી-મટકાનો જુગાર રમાડતા અમૃત કોહ્યાભાઇ સોલંકી અને આંકડા લખાવા આવેલા ધનસુરાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્ર બાબુભાઇ કાછીયા અને કનાલ ગામના ફુલાજી બાલાજી પરમારને દબોચી લીધા હતા ત્રણે પાસેથી રૂ.14610 અને મોબાઈલ મળી 16 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્શો સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

વરલી-મટકાનો જુગાર રમાડતા ગેમ્બલર અને શકુનિઓના નામ વાંચો
1. અમૃત કોહ્યાભાઇ સોલંકી (રહે,પીપલ્સ બેંકની સામે-ધનસુરા)
2. મહેન્દ્ર બાબુભાઇ કાછીયા (રહે,લક્ષ્મીપાર્ક સોસાયટી-ધનસુરા)
3. ફુલાજી બાલાજી પરમાર (રહે, કનાલ તા.ધનસુરા)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!