31 C
Ahmedabad
Monday, May 20, 2024

ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લોકસભામાં પાસ : અમિત શાહે વિપક્ષને આપી આ સલાહ


પોલીસને આરોપીઓની બાયોમેટ્રિક માહિતી એકત્ર કરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. ગૃહ દ્વારા ગતરોજ ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પહેલા બિલ મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લાવવા પાછળ સરકારનો હેતુ કાયદો, વ્યવસ્થા અને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનો છે.

Advertisement

જે કાયદો લાવવામાં આવી રહ્યો છે, તેના ડ્રાફ્ટમાં એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બિલ પોલીસને ગુનેગારો તેમજ ગુનાના આરોપી વ્યક્તિઓનો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા માટે કાયદાકીય મંજૂરી આપવા માંગી રહ્યું છે.

Advertisement

ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલનો ઉલ્લેખ કરતી વખતે અમિત શાહે કહ્યું કે આ બિલ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એક મોડેલ જેલ મેન્યુઅલ પણ તૈયાર કરી રહી છે જે રાજ્યોને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જેલ મેન્યુઅલ મોકલવાથી ઘણી બધી ચિંતાઓ દૂર થઈ શકે છે. તેમાં કેદીઓનું પુનર્વસન, તેમને ફરીથી મુખ્ય પ્રવાહનો ભાગ બનાવવા, જેલ સત્તાધિકારીઓની સત્તાઓને મર્યાદિત કરવી, શિસ્ત જાળવવી, સુરક્ષા જેવા વિષયો સંબંધિત વિવિધ જોગવાઈઓ છે. આ સાથે મહિલાઓ માટે અલગ જેલ અને ઓપન જેલ બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે આ બિલ કોઈના પણ દુરુપયોગ માટે લાવવામાં આવ્યું નથી. આ બિલ આવવાથી કોઈપણ ડેટાનો દુરુપયોગ થવાની શક્યતા નથી. તેમણે કહ્યું કે જે લોકો માનવ અધિકારોની ચિંતા કરી રહ્યા છે તેઓએ પીડિત લોકોના માનવ અધિકારોની પણ ચિંતા કરવી જોઈએ.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “આ બિલ કાયદાનું પાલન કરનારા લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરે છે. લોકો પૂછે છે કે તે વહેલું કેમ ન આવ્યું, હું કહું છું કે આટલું મોડું કેમ થઈ ગયું.” તેમણે કહ્યું કે જે લોકો માનવ અધિકારનો ઉલ્લેખ કરે છે તેઓએ બળાત્કાર પીડિતાના માનવ અધિકારો વિશે પણ વિચારવું જોઈએ. તેઓ (વિપક્ષ) માત્ર બળાત્કારીઓ, લૂંટારાઓની ચિંતા કરે છે, પરંતુ કેન્દ્રને કાયદાનું પાલન કરનારા નાગરિકોના માનવ અધિકારોની ચિંતા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!