42 C
Ahmedabad
Friday, May 17, 2024

ફટકડીનુંં આ પાણી લગાવો મોં પર, તરત જ ખીલ થઇ જશે છૂ, આ રીતે પરસેવાની વાસ કરો દૂર


ફટકડી પાઉડરનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. ફટકડી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. અનેક કોસ્મેટિક કંપનીઓ બ્યુટી પ્રોડક્ટ્સ માટે ફટકડીનો ઉપયોગ કરે છે. એન્ટી બેક્ટેરીયલ ગુણોથી ભરપૂર ફટકડી સ્કિન પર ગ્લો કરવાનું કામ કરે છે. આ સાથે જ સ્કિનને ક્લીન અને ફ્લોલેસ બનાવવામાં મદદ કરે છે. તો જાણી લો તમે પણ સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે કેવી રીતે ફટકડી કામ કરે છે.

Advertisement
  • વધતી ઉંમરની સાથે મોં પર કરચલીઓ પડવા લાગે છે. આ કરચલીઓને કોઇ પણ વ્યક્તિ રોકી શકતા નથી. ઉંમરના વધવાની સાથે-સાથે કરચલીઓ પણ પડવા લાગે છે. આમ, જો તમે તમારા ચહેરા પર પડતી કરચલીઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો ફટકડીને પાણીમાં પલાળી દો અને પછી એનાથી ચહેરા પર માલિશ કરો. ત્યારબાદ 10 મિનિટ રહીને ફેશ વોશથી ચહેરો ધોઇ લો. જો તમે નિયમિત આ રીતે ફટકડીનો ઉપયોગ કરશો તો ચહેરા પર કરચલીઓ પડશે નહિં.
  • જો તમને ચહેરા પર બહુ પિંપલ્સ થતા હોય તો તમારા માટે ફટકડી સૌથી બેસ્ટ છે. આ માટે તમે ફટકડીની પેસ્ટ બનાવી લો અને એને ચહેરા પર લગાવો. જો તમે આ પેસ્ટ સતત 10 દિવસ સુધી ચહેરા પર લગાવશો તો પિંપલ્સ થતા બંધ થઇ જશે અને તમારો ચહેરો ક્લિન થઇ જશે.
  • તમારામાંથી પરસેવાની વાસ બહુ આવતી હોય તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે જો તમે નાહતી વખતે પાણીમાં 2 ચપટી ફટકડી નાંખો છો અને પછી સ્નાન કરો છો તો તમારામાંથી પરસેવાની વાસ નહિં આવે. જો તમે સતત એક મહિના સુધી આ પાણીથી સ્નાન કરશો તો તમારાથી પરસેવાની વાસ દૂર થશે અને તમને રાહત પણ મળશે.

આરોગ્ય તેમજ શરીરને લગતી કોઇપણ ટ્રીટમેન્ટ લેતા પહેલા આપના ફેમિલી તબીબની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!