36 C
Ahmedabad
Sunday, May 5, 2024

મેરા ગુજરાતની અસર : અરવલ્લી ARTO માં ચાલતા ભ્રષ્ચાચારથી અધિકારીના પગ તળે રેલો, ગાજણ ટોલ પરથી ગાડી ગાયબ !


અરવલ્લી ARTO માં ચાલતા ભ્રષ્ચાચારથી અધિકારીના પગ તળે રેલો, ગાજણ ટોલ પરથી ગાડી ગાયબ !

Advertisement

RTO ના અધિકારીઓ કટકી કરવા માટે નવી જગ્યાની શોધમાં હોવાની લોકચર્ચા

Advertisement

RTO કચેરમાં દલાલોને સીધી એન્ટ્રી, અને અરજદારોને વિઝિટર બૂકમાં નોંધણી કરાવવી ફરજીયાત !

Advertisement

આર.ટી.ઓ. અધિકારી પોતાને રાજાથી કમ નથી સમજતો કે શું ?

Advertisement

રાજા-રજવાડા ગયા, પણ અરવલ્લી RTO નો રાજપાઠ હજુ યથાવત !

Advertisement

RTO ના રાજા 5 વર્ષથી બિરાજમાન હોવાનું અભિમાન

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી એ.આર.ટી.ઓ. કચેરીમાં અરજદારોએ ધરમના ધક્કા ખાવાની કેટલીય બુમો ઉઠી હતી, આ વચ્ચે લોકોનો અવાજ મેરા ગુજરાત બન્યું અને તેમના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડ્યા. કચેરીમાં અરજદારોએ નાના-નાના કામ કરાવવા માટે વચેટિયા એટલે કે, દલાલો પાસથી કામ કરાવવા પડે છે, જેથી કટકી થાય અને અધિકારીઓ સુધી હપ્તો પહોંચે. લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓને નાના-નાના અરજદારો પાસેથી પૈસા લેવાની બુમો કેટલાય સમયથી પડતી હતી, પણ અવાજ ઉઠાવી શકાતો નહોતો કારણ કે, મોડાસા એ.આર.ટી.ઓ. કચેરી એટલે રાજાનો મહેલ. કોઇ બોલી શકે નહીં કે કોઇ અવાજ ઉઠાવી શકે નહીં. પણ મેરા ગુજરાતે હવે મુહિમ ઉપાડી છે, અને આવા ગેરવહીવટ કરતા અધિકારીઓને ખુલ્લા પાડશે અને અરજદારોને પડતી હાલાકીઓને દૂર કરશે.

Advertisement

છેલ્લા બે દિવસથી મેરા ગુજરાત દ્વારા અરજદારોને વાચા આપવામાં આવતા, ગાજણ ટોલ પ્લાઝા નજીક ઊભી રહેતી RTO ની ગાડી ગાયબ થઇ ચૂકી છે. આર.ટી.ઓ.ના અધિકારીઓનું આ એ.પી. સેન્ટર માનવામાં આવતું હતું કારણ કે, કોઇપણ ગાડી આવે એટલે ગાજણ ટોલ પર ધીમી પડે અને તરાપ મારીને વાહન ચાલકોને ગમે તેમ કરીને હેરાન કરી દેવાના એટલે ના છૂટકે વાહન ચાલકો ભ્રષ્ટ અધિકારીઓના ચંગુલમાંથી બચવા તેમને ગુલાબી બંડલ આપી દે. આવા ગેરવહીવટ અને અધિકારીઓની બુમોથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે ભ્રષ્ટ અધિકારીઓને ખુલા પાડલા લોકોએ જાગૃત થવું પડશે અને ભ્રષ્ચાચારને નાબૂદ કરવો પડશે.

Advertisement

RTO ઇન્સ્પેક્ટરને સરકાર લાખો રૂપિયા પગાર આપે છે, પણ તેમની દાનત વધારે પૈસા કમાવવાની હોય છે, માટે આર.ટી.ઓ.કચેરીમાં દલાલોનો રાફડો ફાટી નિકળ્યો છે, અને દલાલો સિવાય કંઇ જ કામ અરજદારોના નિકળતા નથી, તેવી લોકચર્ચાએ જોર પકડ્યું હતું. હવે ભ્રષ્ટ આર.ટી.ઓ. કચેરીના સરકારી બાબુઓની ગાડીઓ પણ અલોપ થઇ જવા પામી છે, અને ચર્ચા એવી પણ ચાલી રહી છે, નવી જગ્યા તેઓ શોધી રહ્યા છે કે, ક્યાં ઊભા રહેવું. પણ મેરા ગુજરાત આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડશે અને અરજદારોને પડતી હાલાકીને ક્યારેય સાંખી નહીં લે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!