42 C
Ahmedabad
Friday, May 17, 2024

માધવપુર ઘેડના મેળામાં રુકમણી વિવાહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાસ ઉપસ્થિત રહેશે


આગામી તા. 10 એપ્રિલથી શરૂ થનાર માધવપુર-ઘેડના મેળામાં રુકમણી વિવાહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ખાસ ઉપસ્થિત રહેશે. તા. 10 થી 13 એપ્રિલ દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને પર્યટન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજનારા મેળામાં રાષ્ટ્રપતિ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સેવન સિસ્ટર-પૂર્વોતર રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement
આ મેળા સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા સઘન આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મંદિરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કુલ રૂ. 20 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પ્રકારે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગબ્બર-અંબાજી ખાતે પણ સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગ દ્વારા ખાસ તા. ૮મી એપ્રિલે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફરી એક વાત ગુજરતાનપ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ એ ગત મહિને થોડા દિવસ પહેલા જ ગાંધીનગર તેમજ જામનગરમાં પ્રવાસની પણ મુલાકાત લીધી હતી. જો કે આ પહેલા તેમનો સૌરાષ્ટ્ર નો જ પ્રવાસ હતો પરંતુ મુખ્યમંત્રીએ તેમણે ગુજરાત વિધાનસભા ના ચાલુ સત્રમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેથી તેઓ આ આમંત્રણને સ્વીકારી ગૃહમાં આવ્યા હતા અને ઇતિહાસમાં પેહેલીવર ગૃહ ને કોઈ રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું. 24 માર્ચનો રોજ તેઓ ગુજરાતના પ્રવાસ આવ્યા હતા ત્યારે તેઓ માધુપુરા ઘેડના પ્રવાસે આવી રહ્યા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!