30 C
Ahmedabad
Thursday, May 9, 2024

IPL 2022: બેગ્લોરના ફેન માટે ખરાબ સમાચાર, આ બોલર એક સપ્તાહ સુધી ટીમની બહાર રહેશે


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હજુ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 માટે આરસીબી ટીમ સાથે જોડાયો નથી. હેઝલવૂડ ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી ઉપલબ્ધ રહે તેવી શક્યતા નથી.પાકિસ્તાન પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ બનેલો હેઝલવુડ આગામી થોડા દિવસોમાં ટીમ સાથે જોડાશે અને પસંદગી માટે ઉપલબ્ધ થતાં પહેલા તેને ત્રણ દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. . હેઝલવુડ 12 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે.

Advertisement

IPLના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “હેઝલવુડ આગામી થોડા દિવસોમાં ટીમ સાથે જોડાશે.” અન્ય ખેલાડીઓની જેમ તે પાકિસ્તાન શ્રેણી પછી સીધી રીતે તેની ફ્રેન્ચાઇઝીમાં જોડાયો ન હતો. હેઝલવુડે અંગત કારણોસર થોડા દિવસો માટે બ્રેક લીધો હતો. બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CSA) દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, બોર્ડની કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ ખેલાડીઓને 6 એપ્રિલ પહેલા પસંદગી માટે ઉપલબ્ધ ન રાખી શકાય. કહેવાનો અર્થ એ છે કે ગ્લેન મેક્સવેલ મંગળવારે (5 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં ભાગ લેશે નહીં, જો ઉપલબ્ધ હોય તો ઝડપી બોલર જોશ હેઝલવુડ IPL 2022 મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હતા. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેઝલવુડ IPLની છેલ્લી બે સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો ભાગ હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!