અરવલ્લી જીલ્લામાં 181 અભયમ હેલ્પલાઈન ઘરેલુ હિંસાનો ભોગ બનેલ પીડિત મહિલાઓ અને યુવતીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની યુવતીએ મનપસંદ યુવક સાથે પ્રેમ થઈ જતા કોર્ટ મેરેજ કરી લેતા યુવતીના પરિવારજનો અંદરથી સમસમી ઉઠ્યા હતા પરિવારજનોને લવ મેરેજ પસંદ ન હોવા છતાં યુવતીને પરત મેળવવા તેની સાથે સંબંધ બનાવી રાખ્યા પછી યુવતીની માતાને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહી સાસરીમાંથી બોલાવી લીધી હતી યુવતી તેના ઘરે આવતા પરિવારજનો તેને કારમાં બેસાડી તેના મામાના ઘરે નજરકેદ કરી મારઝૂડ કરી ભૂવાઓ પાસે લઇ જઈ દોરા-ધાગા કરાવતા હોવાની સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપતા પીડિતાએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરતા યુવતીનો છુટકારો કરાવી તેના પતિ અને સાસરી પક્ષને સુપ્રત કરી હતી
અરવલ્લી 181 અભયમ હેલ્પલાઇનના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ પીડિતાએ 181 અભયમ હેલ્પલાઇનને કરેલ કોલના મોબાઇલ લોકેશન ના આધારે મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં યુવતીને શોધી તેના સુધી પહોંચી હતી યુવતી સાથે વાતચીત કરી તેનું કાઉન્સલિંગ કરતા યુવતીએ તેના પરિવારજનો એક મહિનાથી ત્રાસ આપતા હતા અને લગ્ન તોડી નાખવા દબાણ પણ કરતા હતા અને છેલ્લા એક મહિનાથી અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું જણાવતા યુવતીને તેના પતિ અને સાસરી પક્ષ વાળાને બોલાવી મિલન કરાવતા યુવકને પત્ની અને સાસરી પક્ષને પુત્રવધૂ પરત મળતાં હર્ષના આશુ સરી પડ્યા હતા યુવતીના પતિ અને પરિવારજનોએ 181 અભયમ હેલ્પલાઇનનો આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીના પતિએ પોલીસ ફરિયાદ પણ કરી હોવા છતાં પોલીસ યુવતીને શોધવામાં નિષ્ફળ રહી હતી