32 C
Ahmedabad
Wednesday, May 1, 2024

દીપડાની દહેશત : મેઘરજના પાલ્લામાં દીપડો ઝાડ પર ચઢી જતાં લોકોના જીવ પડીકે બંધાયા, બોડીમાં 3 બકરાનું મારણ, જુઓ Video


અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. જિલ્લાના મેઘરજ અને મોડાસા પંથકમાં દીપડો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 7 એપ્રિલના રોજ વહેલી સવારે મેઘરજના પાલ્લા ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પાલ્લા ગામે દીપડો ઝાડ પર ચઢી જતાં લોકો દહેશતમાં મુકાયા હતા, દીપડો દેખાવાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કલાકો સુધી દીપડો ઝાડ પર બેસી રહેલો જોવા મળતા લોકોએ દીપડાના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. ગણતરીની મિનિટમાં દીપડાના વીડિયો વાઈરલ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement

તો બીજી બાજુ મોડાસાના બોડી પંથકમાં દીપડાએ ત્રણ બકરાનું મારણ કરવાની ઘટના સામે આવી છે. બોડી પંથકમાં 3 બકરાને ખેંચીને લઇને જઇને મારણ કરતા વનવિભાગ દ્વારા બે પાંજરા મુકીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મોડાસા રેંજ ફોરેસ્ટ ઓફિસર એચ.આઈ.દેસાઈએ મેરા ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હાલ કોઇએ નરી આંખે દીપડાને જોયો નથી, પણ ફૂટ પ્રિંટથી દીપડો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

Advertisement

મેઘરજના પાલ્લામાં ઝાડ પર ચઢી ગયેલા દીપડાનો વાઈરલ વીડિયો,, જુઓ અને મેરા ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, સમાચારના તમામ અપડેટ્સ માટે ફેસબુક પર અમને ફોલો કરો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!