30 C
Ahmedabad
Friday, April 26, 2024

ઉનાળામાં એલોવેરા અને હળદર મિક્સ કરી ચહેરા પર લગાવો, થશે અનેક ફાયદાઓ


ગ્લોઇંગ સ્કિન માટે- એલોવેરા અને હળદર ચહેરા પર કુદરતી ચમક લાવવાનું કામ કરે છે અને આ બંનેને લગાવવાથી ચહેરો ચમકવા લાગે છે. જેથી અત્યારે ઉનાળામાં પરસેવાના કારણે ત્વચા તૈલી બની જતી હોય છે જેમાં આ બંનેનું મિશ્રણ ખૂબ જ કામ આવી શકે છે.

Advertisement
હળદર અને એલોવેરા બંનેમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ, એન્ટિ એજિંગ અને ઔષધીય અણમોલ ગુણધર્મો છે. તેમાંથી બનાવેલ અલગ-અલગ ફેસ પેક લગાવવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. વાસ્તવમાં, મૃત ત્વચાના કોષોને સાફ કરીને ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે. એલોવેરા અને હળદરથી ફેસ પેક બનાવવા અને લગાવવાની રીત જાણવી જરુંરી છે.
આ માટે એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ, 1/2 ચમચી મધ, 1/4 ચમચી હળદર મિક્સ કરો. ત્યાર બાદ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. આવી સ્થિતિમાં, જો તમારી ત્વચા તૈલી છે, તો તમે મધને બદલે દહીંનો ઉપયોગ કરી શકો છો.
થોડા સમય પહેલા જ સામે આવેલ એક સ્ટડી અનુસાર, જો તમે ટાઈપ ટુ ડાયાબિટીઝથી પીડિત છો તો એમાં એલોવેરા જેલ તમારા માટે ખુબ લાભદાયક થઇ શકે છે. એલોવેરા જેલના સેવનથી બ્લડ સુગર ઓછું રહે છે. જો કે તમારી ડોકટરો દ્વારા બ્લડ સુગરની દવાઓ ચાલી રહી છે તો એના માટે ડોક્ટર પાસે પહેલા સલાહ લેવી પણ જરૂરી છે. એના વગર ડોકટરી સલાહના એલોવેરાના સેવનથી બ્લડ સુગર જરૂરતથી વધુ ઓછું થઇ શકે છે.
નોંધ – કોઇપણ પ્રકારના ઘરેલું ઉપચાર પહેલા ફેમિલી તબીબ અથવા તો સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ અચૂક લેવી

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!