35 C
Ahmedabad
Thursday, May 16, 2024

શું વહેલી ચૂંટણી – ભાજપે સરકારી યોજનાઓ સાથે મતદારો સુધી પહોંચવાની યોજના બનાવી, આ મંત્રીઓની સોંપી જવાબદારી


સરકારી યોજનાઓ સાથે મતદારો સુધી પહોંચવા માટેની આ યોજના શરૂ કરવામાં આવી છે. કલ્યાણકારી યોજનાઓ ને લઈને જિલ્લા અને તાલુકા કક્ષાએ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોય તેવા એંધાણ આ કારણથી પણ વર્તાઈ રહ્યા છે.

Advertisement

આગામી 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજીક ન્યાય પખવાડીયું ઉજવવામાં આવશે. 7 તારીખથી 20 તારીખ સુધી 20 જેટલી સરકારી યોજનાઓનો પ્રચાર કરવામાં આવશે અને તેમાં લોકોની મુશ્કેલીઓ તેજમ ખૂટતી કડીઓને જોડવામાં આવશે. જે માટે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ, હોદ્દેદોરોને જવાબદારી સોંપવામાં આવી છે.  દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHC, અર્બન હેલ્થ સેન્ટર, જીલ્લા સ્તરની બધીજ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા સહીતના કામો આ દરમિયાન કરવામાં આવી છે.

Advertisement

ગ્રાઉન્ડ પર સરકાર સંગઠનના આ મંત્રીઓ, હોદ્દેદારોને આ કામગિરી સંભાળશે

Advertisement

હેલ્થ માટે આયુષ્માન કાર્ડ – ઋષિકેશ પેટ
પીએમ આવાસ – વિનું મોરડીયા
નલ સે જલ યોજના – જીતુ ચૌધરી, વિજય પુરોહીત
પીએમ કિશાન – રાઘવજી પટેલ મંત્રી
રસીકરણ – જીતુ વાઘાણી
ગરીબ કલ્યાણ યોજના – ગજેન્દ્રસિંહ પરમાર

Advertisement

ભાજપના નેતાઓ પ્રજા લક્ષી 20 યોજનાનો પ્રયાસ કરશે અને ભાજપ તરફ જનતાને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ પ્રકારે ભાજપ દ્વારા જે પ્રકારે કાર્યક્રમોની યોજના છે તે પ્રમાણે વહેલા ચૂંટણી થાય તેવી શક્યતા પણ નજરે પડી રહી છે. એક પખવાડી સુધી ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની નિમણુક કરાઈ છે. પ્રદેશ હોદ્દેદારોની જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!