37 C
Ahmedabad
Monday, April 29, 2024

શક્તિસિંહ ગોહિલની રાજ્યસભામાં રજૂઆત બાદ પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતનમાં પહોંચ્યો, ઉનાના વાંસાજ ગામે ગમગીની માહોલ


પાક. જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતનમાં પહોચતા માતમ

Advertisement

ઉનાના વાંસાજ ગામે માછીમારનો મૃતદેહ આવતા ગમગીની માહોલ

Advertisement

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આ અંગે મુદ્દો ઉઠાવી મૃતદેહને વતનમાં લાવવાની કરી હતી માંગ

Advertisement
ઉના તાલુકાના વાસોજ ગામે માછીમાર નાનુભાઇ રામભાઇ કામળીયા વેરાવળની રાજકમલ નામની કિસીંગ બોટ નં.જીજે 11 એમ એમ 12904 દરીયામાં નવે. 2018 માં દરીયામાં માછીમારી કરતા હતા, ત્યારે ભારતીય જળ સીમા માંથી પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બોટને પકડી હતી અને માછીમાર નાનુભાઇ કામળીયા પાકિસ્તાનની કરાચી જેલમાં ત્રણ વર્ષથી કેદ હતા.
આ અંગે થોડા દિવસો પહેલા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં રજૂઆત કરી હતી, ગીર સોમનાથના ઉના તાલુકાના નાનૂરામ તેમજ તેમની સાથે 5 માછીમારોને 9 ડિસેમ્બર 2018ના રોજ પાકિસ્તાન મરીન ઉઠાવી લઇ ગઇ હતી. તેમણે એમપણ જણાવ્યું હતુ કે, જો કોઇ માછીમાર ભૂલથી પાકિસ્તાનની સીમામાં જતા રહ્યા હોય તો વધારેમાં વધારે 3 મહિનાની જેલ હોય છે. આ તમામ લોકોની ટ્રાયલ પૂરી થઇ ગઇ અને 16 જાન્યુઆરી 2019 ના રોજ સજા પૂરી થઇ ગઇ તેમ છતાં હજુ સુધી ભારત લાવી શકાયા નથી. આમાંથી 46 વર્ષિય નાનૂ રામ 3 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયું પણ હજુ સુધી પાર્થિવ દેહને વતનમાં લાવી શકાયો નથી. મૃતકના પાર્થિવ દેહને તાત્કાલિક વતનમાં લાવવામાં આવે તેમાં માંગ કરવામાં આવી છે.
ગત તા. 3 ફેબ્રુઆરી 2022 ના રોજ નાનુભાઇને શ્વાસની તકલીફના કારણે બિમાર પડતા પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સંજયભાઇનો પત્ર પરીવારને મળતા આખો પરીવાર ગમગીની છવાય ગયેલ હતી. અને બે માસ બાદ પાકિસ્તાનથી મૃતક માછીમારનો મૃતદેહ માદરે વતન લાવવા કાર્યવાહી હાથ ધરેલ અને આજે બપોરના સમયે માછીમારનો મૃતક પોતાના માદરે વતન વાંસોજ ગામે એમ્બ્યુલન્સ મારફતે પહોચતા ગામ લોકો હિબકે ચડ્યુ હતુ. અને મૃત પરીવારજનો તેમજ ગામ લોકોમાં ભારે હૈયાદન જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે પા.જેલમાં મૃત્યુ પામ્યના બે માસ બાદ નાનુભાઇનો મૃતદેહ આવતા લોકોની આંખમાં આંસુ આવી ગયેલ હતા. માછીમારનો મૃતદેહ વતન પોહચતા હરીભાઇ બોઘાભાઇ સોલંકી, મોહનભાઇ વાજા, ગામના પટેલ, આગેવાનો તેમજ ફિસરીઝના અધિકારી સહીતના મોટી સંખ્યા લોકો હાજર રહ્યાં હતા.

 

Advertisement

રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું સાંભળો..

Advertisement

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!