30 C
Ahmedabad
Saturday, May 4, 2024

કોર્ટનો ચુકાદો: ગારીયાધારમાં ગેંગરેપના 3 આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા ,52 દિવસમાં કેસનો ફેંસલો


કોર્ટનો ચુકાદો : ગેંગરેપના 3 આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા ,52 દિવસમાં કેસનો ફેંસલો

Advertisement

જિલ્લામાં બે દુષ્કર્મ અને બે હત્યા મળી કુલ 4 કેસોનો ચુકાદો

Advertisement
ગારિયાધારમાં દુષ્કર્મના આરોપીને 14 વર્ષની કેદ, ઘોઘાના ગોરીયાણી ગામે આધેડની હત્યા તથા કાળુભા રોડ પર યુવકની હત્યાના કેસનો ચુકાદો આવ્યો. જિલ્લામાં બે દુષ્કર્મના તથા બે હત્યાના બનાવોમાં ચુકાદો આવ્યો છે. શહેરના શ્રમજીવી પરીવારની માનસીક અસ્થિર સગીરવયની દિકરીને બિસ્કીટ અને ચોકલેટ અપાવી દેવાની લાલચ આપી કારમાં ઉઠાવી જઈ ગેંગરેપ આચરનારા મનસુખ ભોપાભાઈ સોલંકી, સંજય છગનભાઈ સોલંકી અને મુસ્તુફા આઈનુલહક ગફુરભાઈ શેખ સામે ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેનો કેસ સ્પે. પોક્સો જજ અને 3જા એડિ.સેશન્સ જજ ઝંખનાબેન ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવેલ અને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી તેમજ ભોગ બનનારની સ્થિતિ જોતા રૂ. 6 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

Advertisement

આ કેસમાં પોલીસે માત્ર 24 કલાકમાં ચાર્જશીટ કરી હતી અને 12 મુદ્દતમાં માત્ર 52 દિવસમાં કેસનો ફેંસલો આવ્યો હતો. તેમજ ગારીયાધાર પંથકની સગીરા દુષ્કર્મ આચરનારા અનિશ નારસિંગ ડુભલી (રહે. નાસવાડી, જી. છોટાઉદેપુર)ને ભાવનગરના બીજા એડી. સેશ.જજ અને સ્પે. પોક્સો જજ એ.બી. ભોજકની કોર્ટે 14 વર્ષની સખ્ત કેદની સજા તથા ભોગબનનારને વળતર પેટે રૂ. 6 લાખ ચુકવવા હુકમ કર્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા ઘોઘાના ગોરીયાણી ગામે કૌટુંબિક આદાવતની દાઝે લક્ષ્મણભાઈ મોહનભાઈ જાબુંચાની હત્યા કરનારા તેજા મોહનભાઈ જાબુંચા, રતનબેન તેજાભાઈ, અશ્વિન તેજાભાઈ, તુલસી તેજાભાઈ, જેરામ તેજાભાઈને ભાવનગરના પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસ. જજ આર.ટી.વચ્છાણીની કોર્ટે આજીવન કેદની સજા તથા રોકડ દંડની સજા ફટકારી હતી. એ સિવાય શહેરના કાળુભા રોડ પર ત્રણ વર્ષ પૂર્વે તા. 24/10/2019ના રોજ સાંજના સમયે અજય જેમલભાઈ મકવાણાની હત્યા કરનારા અશોક ભનુભાઈ ખીમાણીયાને ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!