41 C
Ahmedabad
Thursday, May 16, 2024

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાનો વ્યંગ, જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, “જેને સારૂ શિક્ષણ જોઇએ તે દિલ્હી જાઓ”


રાજકોટમાં જીતુ વાઘાણીના શિક્ષણ પર નિવેદન પછી રાજનીતિ શરૂ થઇ ચૂકી છે. આમ આદમી પાર્ટીને નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “કાલે ગુજરાતના શિક્ષણમંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી કે, જેને સારૂ શિક્ષણ જોઇએ, તે દિલ્હી જતા રહે” ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી સારૂ શિક્ષણ નથી આપી શકી. લોકોને ગુજરાત છોડવાની જરૂર નથી. જનતા ગુજરાતમાં AAP ની સરકાર બનાવશે અને ગુજરાતમાં જ દિલ્હી જેવું સારૂ શિક્ષણ મળશે.

Advertisement

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બે દિવસના રાજકોટના પ્રવાસે હતા આ સમય દરમિયા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કહ્યુ હતુ કે, ગુજરાતમાં શિક્ષણ સારૂ ના લાગતુ હોય તો ગુજરાત છોડીને જતા રહે. જેમને ગુજરાતનું શિક્ષણ સારૂ ન લાગતું હોય તો જે જગ્યાએ સારૂ લાગે ત્યાં જતા રહે.

Advertisement

જીતુ વાઘાણીએ કહ્યું કે જન્મ્યા ગુજરાતમાં, રહેવુ ગુજરાતમાં, ધંધો અહી કર્યો, છોકરા અહી ભણ્યા અને હવે બીજે સારૂ લાગતુ હોય તો મારી વિનંતી છે કે, જે દેશ અને જે રાજ્યમાં શિક્ષણ સારૂ લાગતુ હોય ત્યા જતા રહો.  જીતુ વાઘાણીએ કહ્યુ કે, ગુજરાત આવો, વ્યવસ્થા જુઓ, શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટિકા જ કરવી છે.

Advertisement

જીતુ વાઘાણીના એક નિવેદનથી રાજનીતિ શરૂ થઇ ચૂકી છે, આપ પાર્ટી હવે ગુજરાતના શિક્ષણને લઇને સવાલો ઉઠાવી રહી છે, અને આક્ષેપો કરી રહી છે કે, ગુજરાતમાં 27 વર્ષ થવા છતાં પરિસ્થિતિ નથી બદલાઈ માટે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જરૂર છે. લોકોએ દિલ્હી આવવાની જરૂર નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવો અને ગુજરાતમાં જ  સારૂ શિક્ષણ મેળવો, તેવો વ્યંગ કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!