36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : LCBએ ગેબી નજીક કારમાંથી 528 વ્હાઇટ લેસ વોડકાની બોટલ ઝડપી, SOGએ કુખ્યાત ઢોર ચોરને ચાંદટેકરીમાંથી દબોચ્યો


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી, વેપલાને અટકાવવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને દબોચી લેવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસ સતત બીજા દિવસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી નિષ્ફળ બનાવી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું જીલ્લા એસઓજી પોલીસે ચાંદટેકરી વિસ્તારમાં ત્રાટકી છેલ્લા કેટલાક સમયથી પોલીસને હાથતાળી આપતા કુખ્યાત પશુ ચોર અને રાયોટીંગના ગુન્હામાં નાસતા ફરતા સાદીક ઉર્ફે લુલિયા મુલતાની ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Advertisement

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પેલેટ હોટલ નજીક મેઘરજ બાજુથી વિદેશી દારૂ ભરી આવી રહેલ કારમાંથી 79 હજાર રૂપિયાની વિદેશી દારૂની બોટલ સાથે 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબી પોલીસને બુટલેગર થાપ આપી ઝાડી-ઝાંખરામાં અદ્રશ્ય થઇ જતા પોલીસે દારૂ ઝડપી સંતોષ માન્યો હતો એલસીબી પોલીસે રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

અરવલ્લી એસઓજી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમને ચાંદટેકરીમાં રહેતો અને અરવલ્લી,સાબરકાંઠા તેમજ રાજસ્થાન રાજ્યમાં પશુઓ ચોરી કરી તળખળાટ મચાવનાર રાયોટીંગ જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને પોલીસતંત્રને હાથતાળી આપનાર કુખ્યાત પશુ ચોર સાદીક ઉર્ફે લૂલિયો, લૂલો સફી મુલતાની તેના ઘરે હોવાની બાતમી મળતા એસઓજી ટીમ તાબડતોડ ચાંદટેકરી વિસ્તારમાં ત્રાટકી તેના ઘરેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!