37 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મેઘરજના ભેમાપુરમાં પૂર્વ CM વિજય રૂપાણીએ ભૂમિપૂજન કરેલ તળાવમાં પાણી ક્યારે..!!! તળાવમાં ભજન–કિર્તન કરી પાણીની માંગ


અરવલ્લી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ના કારણે તળાવ નદી સુકાતા હાલાકી..!!

Advertisement

ભેમપુર ગામે ખેડૂતો એ તળાવો ભરવા ની માંગ સાથે આકરા તાપ માં તળાવ માં બેસી ભજનો કર્યા

Advertisement

અરવલ્લી જિલ્લાાં ગતવર્ષે વરસાદ ઓછો થવાથી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો સરેરાશ 30 થી 35 ટકા સુધી પહોંચી ગયો છે તો બીજી બાજુ તળાવો અને કુવા તળિયા ઝાટક થયા જ્યારે બોરમાં પાણીની સ્ત્રોત ઊંડા ગયા છે. ખેડૂતો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર શરૂ થઇ ચૂકી છે. એટલું જ નહીં મેઘરજ તાલુકાના ભેમાપુર પંથકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે તળાવનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમાંય પાણી ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોએ તળાવો ભરવા ની માંગ તળાવમાં બેસી તંત્ર ને જગાડવા ભગવાનનો પ્રયાસ કર્યો હતો. આવેદન પત્રથી કાંઇ ન થતું હોય તો ભગવાનનું નામ લેવાથી જો કંઇ થતું હોય તો તે ગ્રામજનોએ કર્યું છે. પણ અહીં તો તંત્ર ભગવાનથી પણ ઊંચું હોય તેવું લાગે છે.

Advertisement

મેઘરજના ભેમાપુર ગામે 100 વિઘામાં તળાવ છે જ્યાં જળસંચય અંતર્ગત પાણી ભરવા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂમિપૂજન કર્યું હતું. ભૂમિપૂજન કરાયા પછી આજદિન સુધી આ તળાવ ન ભરાયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જ્યાં-જ્યાં તળાવો ભરાયા નથી, ત્યાં સુઝલમ-સુફલામ યોજના અંતર્ગત તળાવોમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની જાહેરાત કરાઈ હતી, પણ વાસ્તવિકતા કંઇક જુદી જ છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબૂક પેજ Mera Gujarat ને લાઈક અને શેર કરો, વીડિયો માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરો. અમારૂ ટ્વીટર હેન્ડલ છે @MeraGujarat2022

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!