37 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : ARTO કચેરીએ એક મહિનામાં 58 લાખનો દંડ વસુલ્યો વાહવાહી ખાટી…કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સામે નગણ્ય દંડની ચર્ચા


વાહન વ્યવહાર મંત્રી ઓચિંતી તપાસ કરે તો દૂધનું દૂધ પાણીનું પાણી થાય

Advertisement

એક વર્ષ પહેલા કમિશનરે સરપ્રાઇઝ ચેકિંગ કરતા 10 થી વધારે એજન્ટ ઝડપ્યા હતા

Advertisement

કમિશનરના દરોડાથી RTO અધિકારીના મોતિયા મરી ગયા’તા

Advertisement

ચૂંટણી પણ 5 વર્ષે આવે છે અને અહીં તો અધિકારી રાજા બની ગયા…!

Advertisement

રાજાનો અહેસાસ કરતા હવે એમ છે કે, મારૂ કોણ શું ઉખાડી લેવાનું છે?

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરી ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે જીલ્લાના માર્ગો પરથી દરરોજ 200 થી વધુ આઈવા અને ડમ્પર ગેરકાયદેસર ઓવરલોડ ખનીજનું વહન બેરોકટોક થઇ રહ્યું છે. દર મહિને 6 હજારથી વધુ ઓવરલોડ વાહનો માર્ગો પરથી ખુલ્લેઆ પસાર થઇ રહ્યા છે. બીજીબાજુ અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરી ઓવરલોડ વાહનો સામે ખાનાપૂર્તિ કામગીરી કરતી હોય તેમ ફક્ત 800 જેટલા વાહનો પાસેથી 45 લાખ રૂપિયા જેટલો દંડ વસૂલી સરકારની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહી છે. જીલ્લામાં ઓવરલોડ પસાર થતા વાહનચાલકો પાસેથી દલાલો મારફતે મહિને લાખ્ખો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવી હોવાનું વાહનચાલકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જે વાહનનો ચાલક કે માલિક હપ્તો ન આપે તે જ વાહનો પાસેથી દંડ વસુલવામાં આવે છે કે શું તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. જીલ્લા એઆરટીઓ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો સમાચાર પત્રોએ પર્દાફાશ કરતા કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મીઓની ઉંઘ ઉડી ગઈ છે.

Advertisement

અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ એજન્ટો મારફતે વર્ષે દહાડે કરોડો રૂપિયા ઉલેચી રહ્યા છે. જીલ્લાના માર્ગો પરથી બે હજાર ઓવરલોડ વાહનો પસાર થઇ રહ્યાનું જગજાહેર છે એઆરટીઓ કચેરીમાં સ્વચ્છ છબી ધરાવતા અધિકારીઓની નિમણુંક થાય તો મહિને દંડની આવક 2 થી 5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજીબાજુ જીલ્લા એઆરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કેટલાક આરટીઓ અધિકારીઓ અને કર્મચારીઓ દંડના નામેં તોડ કરી તેમની તિજોરીઓ છલકાવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને વાહન વ્યવહાર કમિશનર અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરીની મુલાકાત લે તે ખુબ જરૂરી છે. પણ મુલાકાત ઓચિંતી હોવી જોઇએ તો તમને એજન્ટ મળી જશે અને કામગીરીનો ખ્યાલ પણ આવી જશે. થોડાક વર્ષો પહેલા ગાંધીનગર કમિશન દ્વારા ઓચિંતુ ચેકિંગ કરવામાં આવતા એજન્ટનો રાફડો હતો અને પોલિસે અટકાયત કરતા RTO અધિકારીના મોતિયા મરી ગયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!