37 C
Ahmedabad
Saturday, May 18, 2024

સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા 75 શહેરમાં 75 હજાર ખેલાડીઓને 7500 સો નિષ્ણાંત તબીબો સારવાર આપી રહ્યા છે : CM


શ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા ૭૫ શહેરોમાં ૭૫,૦૦૦ ખેલાડીઓને ૭૫૦૦ નિષ્ણાંત તબીબો સારવાર આપી રહ્યા છે. ઉપરોક્ત વાત મુખ્યમંત્રીએ નમો સ્ટેડિયમ ખાતે કહી હતી.

Advertisement
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળ તેમજ પુખ્ત વયના રમતવીરો માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’નું આયોજન થયું હતું.
 આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ યુનિક અને પ્રેરણાદાયી છે કેમ કે સમાજના સ્વસ્થ લોકોનું હેલ્થ ચેકઅપ વારંવાર થતું હોય છે પણ મનોદિવ્યાંગ માટે આટલો મોટો કાર્યક્રમ થયો ખરેખર એક સરાહનીય છે.
મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે , દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન મળે, ખેલક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી ‘રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન’હેઠળ ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશના ૭૫ શહેરોમાં ૭૫,૦૦૦ ખેલાડીઓને ૭૫૦૦ નિષ્ણાંત તબીબો હેલ્થ ચેકઅપ અને સારવાર આપવામાં આવી છે, ત્યારે દેશના ચુનીંદા કેન્દ્રોમાં અમદાવાદ અને સુરત સુરત શહેરનો સમાવેશ કરવા બદલ રમતગમત મંત્રાલયનો આભાર પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મનોદિવ્યાંગ માટે આ કાર્યક્રમ એક આશીર્વાદરૂપ પણ સાબિત થવાનો છે અને સ્પેશિયલ ઓલમ્પિક ભારત દ્વારા આ દિશામાં એક નવો રાહ પણ ચીંધ્યો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!