32 C
Ahmedabad
Friday, May 3, 2024

ખેડબ્રહ્મા : સરકારી વકીલ ઘરમાં ઉંઘતા રહ્યા… તસ્કરો ત્રાટકી 1 લાખથી વધુની ચોરી કરી રફુચક્કર, બાઈક પણ ઉઠાવી ગયા


ખેડબ્રહ્મામાં રહેતા સરકારી વકીલ અને તેમનો પરીવાર રસોડાના દરવાજાને લોક કરવાનું ભૂલી જવાની કિંમત ચૂકવવી પડી હતી વકીલ અને તેમનો પરિવાર ઉંઘતો હતો અને તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ ઘર આગળ પાર્ક કરેલી બાઈક સહીત 1 લાખ રૂપિયાથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વકીલ પરિવાર સવારે ઘરમાં સામાન વેરવિખેર પડેલ જોઈ ચોકી ઉઠ્યો હતો ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી ચોર ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

ખેડબ્રહ્માની વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા કિરણકુમાર શાહ ખેડબ્રહ્મા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે રાત્રે તેમનો પરિવાર રસોડાના દરવાજાને લોક મારવાનું ભૂલી ગયો હતો અને ઉંઘી ગયા હતા રાત્રે તસ્કરો રસોડાના દરવાજાથી ઘરમાં પ્રવેશી 85 હજાર રોકડા,ચાંદીનો હાર અને બાઈક મળી રૂ.1.9 લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઇ ગયા હતા. વકીલ અને તેમનો પરિવાર સવારે ઉઠતા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી આ અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા તાબડતોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમોં સામે ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!