43 C
Ahmedabad
Saturday, May 18, 2024

સમાજના દુશ્મનો : હિંમતનગરના છાપરીયામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો,વાહનોમાં તોડફોડ,પોલીસે ટીયરગેસ છોડી સ્થિતી પર કાબુ


ભગવાન રામલલ્લાના જન્મ દિવસના મહાપર્વ રામનવમીમાં હિંમતનગરમાં નીકળેલ ભગવાન રામની શોભાયાત્રા પર છાપરીયા વિસ્તારમાં કેટલાક તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરતા ભારે દેકારો મચી ગયો હતો. છાપરીયા વિસ્તારમાં પસાર થતી શોભાયાત્રા પર પથ્થરો ફેંકાતા ભારે અફરાતફરી મચી હતી. બેકાબુ બનેલ ટોળાએ વાહનોમાં તોડફોડ કરતા ભારે અફરાતફરી મચી હતી. પથ્થરમારાની ઘટના બનતા તાબડતોડ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતી બેકાબુ બનતા ટીયરગેસ છોડી સ્થિતી પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

Advertisement

શોભાયાત્રા પર હુમલાની ઘટનાના પગલે તંગદિલી ભર્યા માહોલ પ્રવર્તી રહ્યો છે પોલીસ છાપરીયા વિસ્તારમાં અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

Advertisement

હિંમતનગરમાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રા પર છાપરીયા વિસ્તારમાં પસાર થતા સમયે કેટલાક તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરતા ભારે નાસભાગ મચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં અસામાજીક તત્વોએ કેટલાંક વાહનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી. જે બાદ અહીં ભારે તંગદીલી સર્જાઈ હતી.

Advertisement

Advertisement

સાબરકાંઠા જીલ્લા પોલીસવડાએ તાબડતોડ હિંમતનગર સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દીધો હતો શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનાના પગલે વાતાવરણ તંગ હોવાથી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને નાછૂટકે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે. અસામાજીક તત્વો અને પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. હાલ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, હાલ અહીં અંજપાભરીશાંતિ જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!