42 C
Ahmedabad
Saturday, May 18, 2024

પોલિસનો બીજો શબ્દ એટલે સેવા : LRD ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પાણીની સેવા


સામાન્ય રીતે પોલિસનું નામ આવે એટલે નકારાત્મક વિચારો આવી જાય, પણ આ તુલના તમામ માટે કરવી કદાચ અઘરી છે. કેટલાય એવા પોલિસ કર્મચારીઓ છે કે, પોલિસની રીતે જ કાર્ય કરે છે, અને સેવા કરીને નામના મેળવતા હોય છે. હાલ ગરમીની અસર વર્તાઇ રહી છે, 40 ડિગ્રી કરતા વધારે તપામાન નોંધાઈ રહ્યું છે. આ વચ્ચે સ્પર્ધાત્મક પરીક્ષાઓના દોર વચ્ચે પોલિસ કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી.

Advertisement

Advertisement

અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકરક્ષક પરીક્ષામાં બહારના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ઉમેદવારોને પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાડેજા દ્વારા આવી ગરમીમાં માનવીય સહાય સ્વરૂપે પાણીની બોટલોનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી. ઉમેદવારોની સાથે પરિવારના સભ્યોને પાણી પોલિસ અધિકારી દ્વારા પાણીની સેવા પુરી પાડવામાં આવી હતી.

Advertisement

Advertisement

લોકો પાણી માટે પરબ બંધાવતા હોય છે, પણ પોલિસ અધિકારી પરીક્ષાર્થીઓ પાસે પહોંચીને જ તરસ છીપાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લોકો પણ આવકારી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!