29 C
Ahmedabad
Sunday, May 5, 2024

વેલકમ મી. નરેશ પટેલ, ફ્રોમ સુરેશ બથવાર


મહેન્દ્ર બગડા, મેરા ગુજરાત

Advertisement

આ નરેશ પટેલે હવે બહુ કરી છે. વાધ આવ્યો રે વાધની જેમ રોજ રોજ તેઓ રાજનીતીમાં જોડાવવુ કે નહી તેનુ મંથન કરે છે. આમ તો કોઈ વ્યક્તી રાજનીતીમાં જોડાય કે ના જોડાય તે તેની વ્યક્તીગત અને અંગત બાબત ગણાય. પરંતુ જો તમે કોઈ સધ્ધર સમાજની ટોચની સંસ્થાના પ્રમુખ હો અને તે સમાજનુ ગુજરાતની રાજનીતીમાં ખાસ પ્રભાવ હોય તો તે સમાચાર બને અને તેની ચર્ચા થવી સ્વાભાવીક છે. એટલે જ રોજ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેની ચર્ચા ચાલ્યા કરે છે. હવે તો અનુમાન કરવા વાળા  પણ કંટાળ્યા છે. અનેક લોકોએ ફોન કરીને કહી દીધુ કે જોડાઈ જાવ અથવા તો ના જોડાવ પરંતુ આ ટુ બી ઓર નોટ ટુ બીની સ્થીતી ક્લીયર કરો.

Advertisement

Advertisement

નરેશ પટેલ સિવાઈના કોઈ જ્ઞાતીના આગેવાનની જો રાજનીતીમાં જોડાવવાની વાત હોત તો લોકોમાં આટલી ઉત્કંઠતા ના આવત. પરંતુ પાટિદારો ખુબ સક્રીય રાજનીતીમાં રસ લેતી કોમ છે. તેમની સૌથી મહત્વની અને લાગણીથી સંકળાયેલી ખોડલધામ સમિતીના નરેશ પેટલ પ્રમુખ છે. નરેશ પટેલને તમામ પક્ષોએ પોતાની પાર્ટીમાં જોડાવવાનુ આમંત્રણ પાઠવ્યુ છે. સી.આર.પાટીલ પણ મુલાકાત કરે છે અને ખાનગીમાં કોંગ્રેસી નેતાઓ પણ મળે છે. કેજરીવાલ પણ મળી ચુક્યા છે પરંતુ નરેશ પટેલ હજુ મન કળવા દેતા નથી.

Advertisement

આજે ખોડલધામ સમીતીમાં સૌરાષ્ટ્રના અનુસુચિત જાતીના મુખ્ય કાર્યકરો, ખાસ કરીને કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ નરેશ પટેલને મળ્યા. નરેશ પટેલ જે ઉમળકાથી કોંગ્રેસી કાર્યકરોને મળે છે તે જોતા એવુ લાગે છે કે કદાચ આ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે. પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધીની ગુપ્ત મીટીંગીની વાત હવે ગુપ્ત રહી નથી. પરંતુ આજની મિટીંગ વધારે આશ્ચર્ય જન્માવે તેવી છે. તમામ મોટા ગજાના કોંગ્રેસી નેતાઓ સાથે નરેશ પટેલે વિચાર વિમર્શ કર્યો.
આજે મળનારા કોંગ્રેસી અનુસુચિત જાતીના નેતાઓમાં રાજકોટના યુવા નેતા સુરેશ બથવાર , અમરેલીના પ્રમુખ હસુ બગડા વગેરેએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા નિમંત્રણ પાઠવ્યુ.કોંગ્રેસ સંગઠન અને પાર્ટીમાં રાજકોટ સ્થીત સુરેશ બથવારનુ અનુસુચીત જાતીના નેતા તરીકે ખુબ મોટુ નામ છે. તેમનો પ્રભાવ અનુસુચીત મતદારો ઉપરાંત રાજકોટ ગ્રામ્યના પાટીદારો અને બીજી જ્ઞાતીઓ પર ખુબ છે. એજ રીતે અમરેલી જીલ્લા પ્રમુખ હસુ બગડા રાજનીતીના માહિર ખેલાડી ગણવામાં આવે છે. તેમની રાહબરી નીચે ગત વિધાનસભાની ચૂંટણીમાં પ્રતાપ દુધાતે ભાજપને પરાજય આપ્યો હતો. આ બે મુખ્ય અનુસુચીત જાતીના નેતાઓની નરેશ પેટલ સાથેની મુલાકાતને રાજકીય વર્તુળોમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. જો કે લાંબી ચર્ચાઓ અને વિમર્શ બાદ નરેશ પટેલે દર વખતની જેમ હજુ થોડો વધુ વિચાર કરી લવ તેમ કહ્યું. પરંતુ રાજનીતીના જાણીતા લોકોના મતે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી સ્થીતી ખુબ પ્રબળ છે. કારણ કે નરેશ પટેલ પહેલેથી કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલો હોવાનુ માનવામાં આવે છે.

Advertisement

હવે જોવાનુ એ રહે છે કે નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાશે કે પછી આપ કે પછી ભાજપ. પરંતુ આ તેમના લક્ષણો એક બાબત અચુક સુચવે છે કે નરેશ પટેલ સો ટકા રાજનીતીમાં જોડાઈ જશે. રાજનીતીનો ચસ્કો જ એટલો જોરદાર હોય છે કે નરેશ પટેલને  રાજનીતીમાં જોડાવવુ જ પડશે. હવે સમય કહેશે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જશે કે ભાજપ કે પછી આપ, પરંતુ આજે સુરેશ બથવાર સહીતના સેંકડો અનુસુચિત સમાજના આગેવાનોએ હૃદયપુર્વક નરેશ પટેલને રાજનીતીમાં જોડાવવા નિમંત્રણ પાઠવી દીધુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!