31 C
Ahmedabad
Thursday, May 16, 2024

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ગુજરાત મુલાકાત લેવાનું આ છે મહત્વનું કારણ


દિલ્હીના આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે વિધાનસભા સત્ર દરમિયાનથી શાબ્દિક પ્રહારો એકબીજા વચ્ચે થતા આવ્યા છે તેમ જીતુ વાઘાણી ઓપન ચેલેન્જ કરી હતી અને તમે શું કામ કર્યું છે તેને લઈને ખુલીને પડકાર ફેંક્યો હતો, ત્યાંરથી લઇ આજ સુધી શાબ્દિક પ્રહારો થતા આવ્યા છે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન રાજકોટમાં બોલવામાં ભાંગરો વાટયો હતો અને કહ્યું હતું કે જેને ના ફાવે તેઓ સર્ટીફીકેટ લઇ બીજી જગ્યાએ ભણવા જઈ શકે છે, ત્યારે મનીષ સિસોદિયાએ કહ્યું કે, ગુજરાતની જનતાને જવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તેમને સારું શિક્ષણ આપશે.

Advertisement
આમાં આપ પાર્ટીએ મોટો ફાયદો વાઘાનીના નિવેદન બાદ ઉઠાવ્યો હતો. જેથી a મુદ્દાને લઈને ફરી તેઓ ગુજરાત આવ્યા છે ને શિક્ષણ મંત્રી પર જ તેઓ શાબ્દિક ટિપ્પણીઓ કર્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રીના વિસ્તારની સ્કૂલની મુલાકાતે લે. સરકારી સ્કુલોની મુલાકાત કરવા મહત્વની સાબિત થશે કેમ કે ઘણી સરકારી સ્કૂલની હાલત શિક્ષકો વિનાની અને ઓરડા વિનાની છે.
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ નથી કર્યું તો આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા સુધી લઈ જશે. ગુજરાતના યુવાનો માટે સારું શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલે કરી છે. રાજ્ય સરકાર પર દબાણો કરવાના હેતુથી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે . આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે શિક્ષણનો મુદ્દો વધુ ગાજે તેવી શક્યતા છે કેમકે વિપક્ષ દ્વારા પણ યુવા બેરોજગાર શિક્ષણ ખેડૂતો વગેરે લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે શિક્ષણને લઈને વધુ પ્રશ્નો ઉઠ્યા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!